કોવિડ રસી ખાનગી હોસ્પિટલોમાં વેચવાના આરોપને લઈને કેન્દ્ર અને પંજાબ સરકાર વચ્ચે બબાલ મચી ગઈ છે. આજે શનિવારે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ કોંગ્રેસના નેતૃત્વમાં પંજાબ સરકારને આ મુદ્દે ઘેરી લીધી હતી. તેમણે કહ્યું કે, સરકાર રાયના લોકોને રસી વિના મૂલ્યે આપવાને બદલે, રાજ્યમાં કોવિડ રસી ઊંચા ભાવે વેચાઇ રહી છે. તેમણે કહ્યું કે, પંજાબ સરકારે 309 રૂપિયામાં કોવિશિલ્ડનો ડોઝ ખરીદ્યો છે અને તે 1000 રૂપિયાના ખર્ચે ખાનગી હોસ્પિટલોને આપવમ આવી રહ્યો છે અને ખાનગી હોસ્પિટલ 1560 રૂપિયામાં રસી વેચી રહી છે.
પુરીએ કહ્યું કે મને પંજાબના કેટલાક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે મોહાલીની મેક્સ હોસ્પિટલ અને ફોર્ટિસ હોસ્પિટલે આ રસી 3,000 અને 3,200 રૂપિયામાં વેચી છે. રાજ્યો તેમની રસીની ખરીદીથી નફો કરી રહ્યા છે. તે ખૂબ દુખની વાત છે કે જે સરકારે આ સમયે સમાજ સેવા કરવી જોઈએ અને પંજાબના આપણા દુખી ભાઈ-બહેનોને દવાઓ આપવી જોઈએ, પણ કેપ્ટન સાહેબ અને સિદ્ધુ સાહેબ તેમની ક્રિકેટ મેચમાં બધો સમય વિતાવે છે.
વિવાદ શું છે?
થોડા દિવસો પહેલા શિરોમણિ અકાલી દળ (એસએડી) ના વડા સુખબીર સિંઘ બાદલે કેપ્ટન અમરિંદર પર રસી ખાનગી હોસ્પિટલોમાં વેચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ગુરુવારે કહ્યું કે પંજાબ સરકાર ખાનગી હોસ્પિટલોમાં ઊંચા ભાવે કોરોના રસી વેચે છે. આ રસી ખાનગી હોસ્પિટલોમાં 1,060 રૂપિયામાં વેચાઇ રહી છે. રાજ્યમાં કોરોના રસી નથી. સામાન્ય લોકોને નિ:શુલ્ક રસી આપવાની જગ્યાએ સરકાર ખાનગી હોસ્પિટલોમાં ડોઝનું વેચાણ કરી રહી છે.
શિરોમણી અકાલી દળના પ્રમુખના આક્ષેપો બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે શુક્રવારે પંજાબ સરકારની સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નિશાને લીધા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને અન્ય લોકોને ભાષણ આપતા પહેલા તેમના રાજ્ય (કોંગ્રેસ) તરફ જોવું જોઈએ. પંજાબ સરકારને કોરોના રસીના 1.40 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંની સરકારે આ રસી 20 ખાનગી હોસ્પિટલોને એક ડોઝ દીઠ એક હજાર રૂપિયામાં વેચી દીધી છે.
ઉલ્લેખનીય છે કે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી લોકોને મફત રસી આપવાની હિમાયત કરી રહ્યા છે. તેમણે આ અઠવાડિયે એમ પણ કહ્યું હતું કે દેશના તમામ નાગરિકોને વિના મૂલ્યે રસી અપાવવી જોઈએ. કોરોના સામે રસી સૌથી મજબૂત સુરક્ષા પૂરી પાડે છે. તેમણે કહ્યું કે રસી એ કોરોના મહામારી સામે સૌથી મજબૂત સુરક્ષા છે. તમામને મફત રસીકરણ આપવા અને સરકારને જાગૃત કરવા માટે અવાજ ઉઠાવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.