સમગ્ર ગુજરાતમાં હાલ ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શુક્રવારે મોડી રાત્રે રાજ્યભરનું હવામાન અચાનક જ બદલાયું હતું. આ દરમિયાન વડોદરામાં દિવાળીપુરામાં આવેલી એક નારિયેળી પર વીજળી પડતાં ઝાડ ભડભડ સળગી ઉઠ્યું હતું. આ ઝાડ સળગતા લોકો ગભરાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને પગલે શુક્રવારે મોડી રાત્રે વડોદરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શનિવારે સવારથી જ વાદળો છવાઈ ગયા હતા. જેના કારણે આખો દિવસ ભારે બફારો અનુભવાયો હતો. વરસાદના કારણે મહત્તમ તાપમાનનો પારો 1.6 ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાનનો પારો 3.6 ડિગ્રી ઘટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બફારાના પગલે ગરમીનો પારો 36 ડિગ્રી હતો. જયારે આજે પણ ભારે વરસાદ ખાબક્યો છે.
આ અંગે હવામાન એક્સપર્ટ અંકિત પટેલે જણાવ્યું હતું કે, વાતાવરણમાં ઉપરના લેવલમાં રહેલા ટર્ફના કારણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસ્યો હતો. વડોદરામાં 6 જૂન સુધી વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. શુક્રવારે રાત્રે મૂશળધાર વરસાદને પગલે શહેરમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. જે પૈકી દુમાડ ગામ પાસે અને માંજલપુરમાં ઝાડ પણ પડી ગયા હતાં.
બીજી બાજુ શનિવારે સાંજે 5:40 વાગે ગોત્રી યશ કોમ્પ્લેક્સ સામે થાંભલા પર કરંટ ઉતરતા ચોંટી ગયેલી ગાયનું મોત થયું હતું. આ ઉપરાંત શુક્રવારે શહેરમાં મુશળધાર વરસાદ થતાં અનેક ઠેકાણે પાણી પણ ભરાઈ ગયા હતા. જે શનિવારે પણ ન ઉતરતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.