શાળાએ જવા નીકળેલી શિક્ષિકા પર તેના જ પતિએ ઝીક્યા છરીના ઘા અને.., જાણો રુવાડા ઉભા કરી દેતી આ ઘટના 

આજકાલ વધતા હત્યાના કેસોમાં ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્ની પર પતિએ છરી…

આજકાલ વધતા હત્યાના કેસોમાં ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્ની પર પતિએ છરી વડે હુમલો કરી કરપીણ હત્યા કરી હોવાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે. આ અંગે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, બંને વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંત હત્યાથી આવ્યો છે. નાના થાવરિયા ગામની સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા મૃતક ગઈ કાલે સ્કૂલે જવા નીકળ્યા હતા. મહાપ્રભુજી બેઠક પાસે મૃતક શિક્ષિકા બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ તેનો પતિ પ્રફૂલ ત્યાં આવી પહોંચ્યો હતો અને મૃતક સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.

આ દરમિયાન મૃતક નીતાબેને પોતાના પર્સમાં શાકભાજી સુધારવા માટે જે છરી રાખી હતી તે કાઢી હતી. જે છરી તેની પાસેથી આરોપીએ ઝૂંટવી લીધી હતી અને નિતાબેન પર હુમલો કરી દેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં આડાસંબંધની આશંકા હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યું છે કે, મૃતક શિક્ષિકાને તેનાથી નાની ઉમરના કોઈ યુવક સાથે આડાસંબંધ હોવાની તેના પતિને આશંકા હતી. જેને લઈ બંને વચ્ચે છેલ્લા પંદર દિવસથી ઝઘડો થતો હતો. જેને લઈને શિક્ષિકા ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં તેમના પિતાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેઓ આજે શાળાએ જવા નીકળ્યા હતા અને આ દરમિયાન આ બનાવ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *