વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જે આજ સુધી રહસ્યમય માનવામાં આવે છે. આમાંનું એક મેક્સિકોના પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં ‘ટિલ્ટેપેક’ નામનું ગામ છે. આ ગામમાં આશરે 60 ઝૂંપડીઓ છે જ્યાં 300 જેટલા રેડ ઇન્ડિયન રહે છે. પરંતુ આ ગામની વિચિત્ર વાત એ છે કે અહીં દરેક અંધ છે. અહીંયા લોકો જ નહીં પરંતુ કૂતરા, બિલાડીઓ અને અન્ય પાલતુ પ્રાણી પણ અંધ છે.
આ ગામમાં ઘરોમાં ન તો વીજળી છે કે ન દીવો, કેમ કે અહીંના બધા લોકો અંધ છે. તો અહીં કોઈ મકાનમાં વીજળી કે દીવો નથી. દિવસ અને રાત વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. પક્ષીઓના અવાજને કારણે લોકોને ખબર પડે છે કે હવે દિવસ શરુ થયો છે અને લોકો કામ પર ચાલ્યા જાય છે. જયારે પક્ષીનો અવાજ બંધ થાય ત્યારે ગામના લોકોને ખબર પડી જાય છે કે દિવસ આથમી ચુક્યો છે અને રાત્રી થવા લાગી છે અને લોકો પોતાની ઝુપડી અથવા તો ઘર તરફ પરત ફરે છે. આ ગામના લોકો ગઢ જંગલોની વચ્ચે રહે છે અને સંસ્કૃતિ અને વિકાસથી ખૂબ દૂર છે.
સરકાર આ રોગની સારવાર કરવા માંગતી હતી પરંતુ..:-
આ ગામ ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે અને અહીં રહેતા જાપોટેક જ્ઞાતિના લોકો વિકસિત સમાજથી ઘણા દૂર છે. જ્યારે સરકારને આ લોકોના આ રોગ વિશે જાણ થઈ, ત્યારે તેમણે તેમનો ઇલાજ કરવાનો પ્રયાસ કર્યો પણ તે નિરર્થક હતો. સરકારે આ લોકોને અન્ય સ્થળોએ ફરીથી સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે શક્ય દેખાઈ શક્યું નહીં કે તેમના શરીર અન્ય હવામાનમાં સ્વસ્થ રહી શકે અને તેઓને તેમની જ હાલતમાં મૂકી દેવામાં આવ્યા.
લોકો પથ્થરની ઝૂંપડીઓમાં રહે છે અને પથ્થરો પર સૂઈ જાય છે:-
અહીં ગામના લોકો પથ્થરની ઝૂંપડીઓમાં રહે છે અને પત્થરો પર જ સૂઈ જાય છે. ઘરમાં નાના દરવાજા સિવાય કોઈ સ્કાઈલાઇટ અથવા બારી નથી. અહીં જન્મેલા બાળકો સામાન્ય બાળકો જેવા સંપૂર્ણપણે સામાન્ય હોય છે પરંતુ થોડા અઠવાડિયા પછી તેઓ પણ અંધ બની જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.