ભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત 17 ઈસમો જુગાર રમતા ઝડપ્યા

પોલીસ દ્વારા ઘણા બુટલેગરોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવે છે પરંતુ હવે તો આમાં ભાજપના કર્મચારી પણ નજરે ચડ્યા છે. વડોદરામાં ભાજપના આગેવાન તેમજ અન્ય…

પોલીસ દ્વારા ઘણા બુટલેગરોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવે છે પરંતુ હવે તો આમાં ભાજપના કર્મચારી પણ નજરે ચડ્યા છે. વડોદરામાં ભાજપના આગેવાન તેમજ અન્ય 2 ભાજપના કાર્યકરો મળી કુલ 17 જુગારીઓને પોલીસ દ્વારા જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, વડોદરાના ગોત્રી રોડ સ્થિત શિવાલય હાઈટ્સમાં જુગાર રમી રહેલા વોર્ડ 10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્ર ભાઈ ઉર્ફે લાલો સોલંકી તથા ભાજપના 2 કાર્યકર મળી 17 જુગારીઓને પોલીસ દ્વારા ઉંચકી લેવામાં આવ્યા હતા. અને બે લાખની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગોત્રી ખાતેના શિવાલય હાઇટ્સમાં અમરિષ ઠાકોર નામનો ઈસમ પોતાના ઘરે જુગારનો અડ્ડો ચલાવતો હોવા અંગેની બાતમી ગોત્રી પોલીસને મળતાં પોલીસ દ્વારા ગઈકાલે સાંજે દરોડો પાડતા અહીં જુગાર રમી રહેલા ભાજપના આગેવાન સહિત 17 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસ દ્વારા સ્થળ પરથી પંકજ ઠાકોરભાઇ સોની, અમરિષ ઠાકોર, રાજેન્દ્ર રામચન્દ્ર ધોત્રે, જયેશ શંકરભાઇ ખારવા, નિતેશ કિરીટભાઇ જોશી, નામદેવ ગોપાલભાઇ તીડકે, કુણાલ મહાદેવ પવાર કિરીટ સંપતભાઇ જાની, અક્ષીતસિંહ રાજેન્દ્રસિંહ રાજ, હસમુખ બાબુભાઇ માળી, રફીક મહંમદહુસેન શેખ, નિતીન મહાદેવભાઇ પવાર, ઇરફાન યુસુફભાઇ પટેલ, મિતેશ રાયસીંગભાઇ ઠાકોર, સાવધાન ફકીરભાઇ સોનવણે તથા મુખત્યાર હશન પઠાણ, વોર્ડ 10ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો ચન્દ્રસિંહ સોલંક ની અટકાયત કરવા સાથે જુગારીઓ પાસેથી 41,400 રુપીયા રોકડા તથા 15 મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જમીનદાવ પરના 66,150 રુપિયા રોકડા મળીને 2,00,550 રુપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *