તમારા મોબાઈલમાં આ એપ હોય તો તરત જ કરી દો ડીલીટ, નહિતર બેંક ખાતું થઇ જશે સાફ

છેલ્લા ઘણા વર્ષોથી ડીજીટલ માધ્યમ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યું છે. દેશમાં ઘણા ખરા લોકો પૈસાનું ટ્રાન્ઝેક્શન્સ માટે Paytm, Google pay, Phonepe જેવા ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ એપ્લીકેશને રૂપિયાની લેવડ દેવડનું કાર્ય સરળ બનાવી દીધું છે. જોવા જઈએ તો સાયબર આરોપીઓ થોડા થોડા અંતરે આ જ એપ્લીકેશન દ્વારા લોકોના પૈસા લુંટી લે છે. અન્ય બીજી કેટલીય એવી એપ્લીકેશન છે જે તમારા ડીજીટલ માધ્યમ દ્વારા કરવામાં આવતી નાણાની લેવડ દેવડમાં મુશ્કેલી ઉભી કરે છે. જાણીએ કઈ એપ્સ છે તે…

હમણાં જ ડિલીટ કરો આ એપ્લીકેશન:
રિસર્ચના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ જો તમે તમારા સ્માર્ટફોનમાં Pacific VPN, BeatPlayer, Cake VPN, eVPN, Music Player, QR/Barcode Scanner MAX અને tooltipnatorlibrary એપ્લીકેશન ડાઉનલોડ કરી છે અને જો ઇન્સ્ટોલ કરી છે તો તમારા મોબાઈલ ફોનને નુકસાન પહોચાડી શકે છે. આ તમામ એપ્લીકેશન તમારા ફોનમાં હોય તો હમણાં જ તેને ડીલીટ કરો. હૈકર્સ લોકો આ બધી એપ્લીકેશન દ્વારા તમારી બેંક ડીટેઈલ્સ ચોરી કરી શકે છે.

આવી રીતે થઇ શકે છે તમારા ડેટાની ચોરીઃ
આ તમામ મૈલિશિયસ એપ્લીકેશન એન્ડ્રોઈડ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન વપરાશકર્તાના સ્માર્ટફોનમાં MRAT અને AlienBot Bankerને ઇન્સ્ટોલ કરે છે. જેમાં AlienBot એક માલવેર છે. જે ફાયનાન્સીઅલ એપ્લીકેશનને હેક કરી શકે છે. જેમને કારણે તમારા બેન્કની ડીટેઈલ્સ ચોરી થઇ શકે છે. આ હેકર્સો એટલા ચાલક હોય છે કે તે ગુગલને પણ દગો આપીને બચી જાય છે. આટલું જ નહિ પરંતુ આ લોકો ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન કોડને પણ હેક કરવામાં હોશિયાર હોય છે.

આ વાતનું જરૂર ધ્યાન રાખો:
તમે તમારા સ્માર્ટફોન દ્વારા ફાયનાન્સીઅલ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો છો તો હમેંશા વેરીફાઈડ અને ઓફિશિયલ એપ્સથી કરો. એપ્લીકેશનને કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી લીંક દ્વારા ડાઉનલોડ કરો. તમારા સ્માર્ટફોન અને એપ્લીકેશનને સમય સમય પર અપડેટ કરવાનું ન ભૂલશો. ફાયનાન્સીઅલ એપ્સને હમેંશા લોક રાખો. કોઈ પણ થર્ડપાર્ટી એપ્લીકેશનને ડાઉનલોડ કરવાથી ચેતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *