15 દિવસમાં 6700 નકલી રેમડેસિવિર બનાવી હજારો લોકો પાસેથી ખંખેરી કીધા 1.44 કરોડ રૂપિયા

કોરોના કાળ દરમિયાન ઇન્જેકશનની કાળાબજારીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચ દ્વારા મોરબીથી…

કોરોના કાળ દરમિયાન ઇન્જેકશનની કાળાબજારીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓલપાડના પિંજરતના ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાના કેસમાં ક્રાઈમબ્રાંચ દ્વારા મોરબીથી 2 મુખ્ય સૂત્રધારનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તા. 11મી સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, મેડિકલના સાધનો વિદેશમાં એક્સપોર્ટ કરવાના ધંધામાં લોકડાઉન વખતે 24 લાખનું દેવું થતા મુખ્ય સૂત્રધાર કૌશલ વોરા અને પુનીત શાહે રેમડેસિવિર ઇન્જેક્શન ડુપ્લીકેટ બનાવવાની શરૂઆત મુંબઈમાં પુનીતના ઘરે કરી 5 દિવસમાં 200 ઇન્જેકશન બનાવ્યા હતા.

આ ઘર નાનુ પડતા 26 એપ્રિલે મિત્રની મદદથી ઓલપાડના પિંજરતમાં એક દિવસનું ફાર્મ હાઉસ 4 હજારમાં ભાડે રાખીને 6700 નકલી રેમડેસિવિર બનાવી 15 દિવસમાં 1.44 કરોડની કમાણી કરી હતી. તે રકમ મોરબી પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.

આ ઉપરાંત, ક્રાઇમબ્રાંચ દ્વારા કૌશલ મહેન્દ્ર વોરા(36) (રહે,શ્યામ સૃષ્ટિ એપાર્ટ,અડાજણ) અને પુનીત ગુણવંત શાહ(37) (રહે,મીરા રોડ,થાણે,મુંબઈ)ને પકડી લેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, પુનીતે બીએસસી અને કૌશલે બીકોમનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો.

મળતી માહિતી મુજબ, કૌશલ અને પુનીત એક કિલો ગ્લુકોઝ પાઉડરમાં 100 ગ્રામ મીઠું નાખી નકલી રેમડેસિવિર બનાવતા હતા. ગ્લુકોઝનો 1 કિલોનો ભાવ 180 અને મીઠાનો ભાવ 100 ગ્રામના 4 રૂપિયા છે. કુલ 1100 ગ્રામમાં 33 નકલી ઈન્જેકશન બનાવતા હતા. ટૂંકમાં 25 રૂપિયામાં નકલી ઈન્જેકશન તૈયાર કરી 1700 થી 3500માં સાગરીતોને વેચતા હોવાનું સામે આવ્યું છે.

સાગરિતો દર્દીને 5 હજારથી 7 હજાર સુધીમાં વેચતા હતા. નકલી ઇન્જેક્શન માટે ઓરિજનલ રેમડેસિવિર ઇન્જેક્શન મુંબઈથી ખરીદી તે ઇન્જેકશનમાં જે પાવડર ટાઇપની દવા હતી તેનું વજન 33 ગ્રામ હતું. જેથી એટલી જ માત્રામાં બન્ને સૂત્રધારો ગ્લુકોઝનો પાવડર અને તેમાં માઇનોર સોડિયમ ક્લોરાઇડ(મીઠું) મિશ્રણ કરી 33 ગ્રામના નકલી ઇન્જેકશનો પેક કરતા હતા.

​​​​​​​જાણવા મળ્યું છે કે, કૌશલ વોરા દ્વારા અત્યાર સુધીમાં મુંબઈ અને ઓલપાડના પિજરતમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવી મોરબી, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ, ઝાલોદ, જબલપુર, ઈન્દોરમાં તેના સાગરિતો મારફતે વેચવામાં આવ્યા હતા. જેમાં સુરત, અંકલેશ્વર, ઝાલોદ અને વડોદરામાં જયદેવસિંહ ઝાલા મારફતે 515, ઈન્દોરમાં 1 હજાર તેમજ અમદાવાદમાં અમીઝ મારફતે 4900 નકલી ઈન્જેકશન વેચ્યા હતા.

આ ઉપરાંત ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર કેસમાં પંકજ રામાણી અને વિજય કુંભાણીની જામીન અરજી છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુ. મેજિ. જજ અવિનાશ કે. ભટ્ટની કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. બંને આરોપી 40 હજારનું ઇન્જેક્શન 2.70 લાખમાં વેચતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *