સફેદ વાળને ઝડપથી કુદરતી કાળા કરવા, અપનાવો આ ખાસ દેશી પ્રયોગ…

આજકાલની ઝડપી લાઈફ માં વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. સાથે જ વાળ સંબંધી સમસ્યાઓથી દર ૧૦માંથી ૯ લોકો તો પરેશાન છે જ. જેમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતત વધતી જઈ રહી છે.

જોકે તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. જેમાં વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને નેચરલી કાળા કરી શકાય છે. પરંતુ જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો તેની સંભાળ માટે યોગ્ય ધ્યાન અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓનો પ્રયોગ કરી શકાય છે.

વાળને દેશી રીતે કાળા કરવા માટે સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યૂકલિપ્ટસ (નિલગિરી)નું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાત માટે લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. ૧૫ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.

• આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં અટકે છે.

• વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવાની સમસ્યા દૂર થઈ, સફેદ વાળ કાળા થવા લાગે છે. તેના માટે તમે તાજાં એલોવેરા નો ઉપયોગ કરી શકો છો.

• નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

• આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપચાર રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *