તાજેતરમાં જ સુરતમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાંદેર ગોરાટ રોડ પર વાહન ચેકિંગમાં પોલીસ દ્વારા કારને અટકાવવા જતા પાલિકા કર્મીએ ફૂલ સ્પીડમાં ગાડી મહિલા પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી. મહિલા પોલીસને કચડી નાખવાના ઈરાદે ચાલક તેને કાર નીચે ઘસડી ગયો હતો.
આ ઉપરાંત મહિલા પોલીસ કર્મીના બંને પગ પરથી કાર ફેરવી ત્યાથી ભાગી ગયો હતો. જોકે, સદનસીબે મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. આ મામલે પોલીસ દ્વારા પીછો કરી મનપા કર્મચારીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, હાલ સુરતમાં કોરોના લઇને રાત્રી કર્ફ્યૂ લાગતાની સાથે સુરત પોલીસ દ્વારા શહેરમાં કર્ફ્યૂ દરમિયાન રખડતા સમયે કડક કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન આવશ્યક સેવા સાથે રોકાયેલા લોકો પોતાની ઓળખ પત્ર બતાવે તો પોલીસ તેને જવા દેતી હોય છે. ત્યારે ગઈ કાલે સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતતી મહિલા લોકરક્ષક પોતાની ફરજ પર રાંદેર ગોરાટ રોડ પર હતી.
આ દરમિયાન મનપા કર્મચારી પોતાની ગાડી લઈને ત્યાંથી પસાર થતા પોલીસે તેમને ગાડી અટકાવા માટે કહ્યું હતું. આ યુવક ગાડી ફૂલ સ્પીડમાં લઇને ત્યાંથી ભાગવા જઈ રહ્યો હતો. ત્યારે આ મહિલા પોલીસ કર્મચારી પૂજા શંકરભાઈ રબારી આ ગાડીને અટકાવ જતા તેના પાર આ ગાડી ચાલકે ગાડી ચડાવી દીધી હતી જેથી તેને બંને પગે ઇજા પહોચી હતી. જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક આ ગાડીનો પીછો કરી આ ગાડીને અટકાવી હતી. ત્યારે જાણવા મળ્યું કે, આ ગાડી ઋતિક ઠાકોર પટેલના નામે હતી.
આ ઉપરાંત ગાડી ચાલવનાર આ ઈસમ હાલમાં સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઋતિક પટેલ શહેરમાં ઘરે ઘરે ફરીને કોરોનાના સરવેનું કામ કરે છે. તેવી હકીકત બહાર આવતા પોલીસ દ્વારા આ ઈસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં અવી છે અને તેના વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.