ગરમી લાગતી હોવાથી યુવતી દરવાજો ખુલ્લો મુકીને સુઈ રહી હતી પરંતુ નરાધમ ઘરમાં ઘૂસ્યો અને પછી…

હાલમાં બળાત્કાર અને છેડતીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. નરાધમો જાણે સુધારવાનું નામ જ નથી લઇ રહ્યા. હવસખોરો પોતાની હવસ સંતોષવા કોઈ પણ હદ વટાવી દેતા હોય છે. થોડા દીદ્સ પહેલા જ અમદાવાદના ચાંદખેડામાં નશામાં ધૂત યુવકે એર હોસ્ટેસ યુવતીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો.

ત્યારે ફરીવાર શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં વોશરૂમ કરવાના બહાને ઘરમાં ઘુસી યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી એક યુવતી રવિવારે રાત્રીના સમયે ઘરે હાજર હતી. જોકે ગરમી હોવાના કારણે યુવતી મકાનનો દરવાજો ખુલ્લો રાખીને ઊંઘતી હતી.

આ દરમિયાન મોડી રાતે યુવતીને કોઈ તેના ગાલના ભાગે અડતું હોવાનું જાણ થતા તે જાગી ગઈ હતી ત્યારે એક શખ્સ દોડીને યુવતીના ઘરમાંથી બહાર ભાગ્યો હતો. બા ઉપરાંત યુવતીએ બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ત્યારબાદ પૂછપરછ કરતા આ શખ્સે એવી રજુઆત કરી હતી કે, તે યુવતીના મકાનમાં વોશરૂમ કરવા માટે આવ્યો હતો. ત્યારે બીજી બાજુ યુવતી દ્વારા પોતાની સાથે શારીરીક અડપલા કર્યા હોવાની રજુઆત કરવામાં આવી હતી. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવતીએ શારીરીક અડપલા કરનાર જીગ્નેશ પટેલના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *