ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા મોટા ચહેરાઓને શામેલ કરીને પોતાની પાર્ટી મજબૂત કરી રહી છે. સાથે સાથે ભાજપ કોંગ્રેસ માંથી કાર્યકર્તાઓની હેરાફેરી પણ દિવસે દિવસે થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ ને દિલ્હી હાઇકમાન્ડ દ્વારા હજી કોઈ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા ફાળવવામાં આવ્યા નથી, તેના કારણે કોંગ્રેસ દિશાવિહીન છે. હાલમાં હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ તે માત્ર ‘શોપીસ’ તરીકે મૂકવામાં આવ્યો હોય તેવી રીતે ગુજરાત કોંગ્રેસ નોંધારી બની છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આગામી અઠવાડિયે ગુજરાત કોંગ્રેસનું નવું માળખું પણ તૈયાર થઇ જશે, કારણ કે દિલ્હી હાઈ કમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નક્કી કરી લીધા છે અને છેલ્લા પાંચ દિવસથી ગુજરાત કોંગ્રેસના નક્કી થઈ ચૂકેલા પ્રમુખ સાથે ગુજરાતમાં કામ કરી ચૂકેલા દિલ્હીના નેતાઓ સાથે મળીને સંગઠનની રચના પણ થઈ રહી છે. હાર્દિક પટેલને હવે માત્ર શોભાનો ગાંઠીયો બનાવીને કોંગ્રેસ જોવા માંગતી નથી પરંતુ તેને પ્રમોટ કરી ને રાષ્ટ્રીય રાજનીતિમાં પદાર્પણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. કારણ કે ગુજરાતમાં હાર્દિક પટેલની કોઈ અસર રહેવા પામી નથી.
મળતી માહિતી અનુસાર આગામી પ્રમુખ પાટીદાર સમાજનો નક્કી થઈ ચૂક્યો છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીમાં ઇસુદાન ગઢવીની એન્ટ્રીથી હવે ગોપાલ ઇટાલીયા નું પણ કપાઈ ચુક્યું છે, તેવા સંકેત અરવિંદ કેજરીવાલે ગઈકાલે જાહેરમાં આપી દીધા છે. કેજરીવાલે એરપોર્ટ પર ગુજરાતી વ્યક્તિ ઇસુદાન ને ગુજરાતના કેજરીવાલ બનાવવાની વાત કહીને ગુજરાતી ના ખંભે બંદૂક રાખીને ગોપાલ ઇટાલીયા ને એક કાંકરે જ વિંધી નાખ્યા છે.
ગુજરાત કોંગ્રેસ માં રાહુલ ગાંધી પોતે રસ લઈને છેલ્લા ૨૦ વર્ષથી ઇન, મીન, તીન બનીને રાજ કરી રહેલા ગેંગને ઘરે બેસાડવાનો ઈશારો કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ચાર ચાર દિવસ સુધી ભરતસિંહ દિલ્હીમાં ધામા નાખ્યા હતા, પરંતુ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીની મુલાકાત કરી શક્યા નહોતા. આમ ટીમ રાહુલ માટે હવે સારો મુરતિયો ગુજરાતને સંભાળી શકે તે ગણતરીએ પસંદ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને પાર્ટી ફંડ અને કાર્યકર્તાઓમાં અસંતુષ્ટી ન આવે તેવી કામગીરી કરનાર શ્રેષ્ઠ ચહેરો મળી ચૂક્યો છે. જે કદાચ અઠવાડિયાના અંત સુધીમાં બહાર પણ આવી જશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગેહલોત ના નજીકના ગણાતા નેતા મૂકવાનું પણ નક્કી થઈ ચૂક્યું છે અને પાછલી બારીએથી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે દોરી સંચાર કરશે અને બ્લેક મેલર ટોળકી તરીકે ઓળખાતી ઇન, મીન, તીન ગેંગને પણ દૂર કરશે. ત્યારે હવે જોવું રહ્યું કે બેભાન અવસ્થામાં પડેલી કોંગ્રેસ ફરી બેથી થશે કે નહી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.