ગુજરાત: BJP અગ્રણીના પુત્રનો આપઘાત, મળી આવી સુસાઇડ નોટ

ભાજપ અગ્રણી નેતાના કોન્ટ્રાક્ટર પુત્રએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણીના પુત્ર સરકારી કોન્ટ્રાકટર ધવલ કરશનભાઈ ડોબરીયાએ પોતાના ભાગીદરના…

ભાજપ અગ્રણી નેતાના કોન્ટ્રાક્ટર પુત્રએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણીના પુત્ર સરકારી કોન્ટ્રાકટર ધવલ કરશનભાઈ ડોબરીયાએ પોતાના ભાગીદરના ત્રાસથી દવા પી ને આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ માહોલ ચકચાર થઇ રહ્યો છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ધવલ ડોબરીયાએ બે વર્ષ પહેલા રાજકોટની શ્રીજી કૃપા પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ નામની કન્સ્ટ્રંકશન કંપની પાસેથી પિન્ટુની સાથે ભાગીદારીમાં પેટામાં અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને જુના સરકારી કામનો કોન્ટ્રાકટ રાખેલ હતો. જેમાં લગભગ 4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ધવલ છેલ્લા ઘણા સમયથી ડીપ્રેશનમાં હતો. પરિવારે જણાવ્યું કે 4 કરોડ રૂપિયા ફસાઈ જવાથી તે ડીપ્રેશનનો શિકાર બન્યો હતો.

સોમવારે બપોરે 2 વાગ્યે તે પોતાના રૂમમાં એકલો હતો, ત્યારે તેણે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના અંગે જાણ થતા પરિવાર તરત જ  હોસ્પિટલે પ્રાથમિક સારવાર માટે લઇ ગયા હતા. ત્યારબાદ તેને જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ તેનું રસ્તામાં જ મૃત્યું થયું હતું. ધવલના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ પણ બારામત થઇ હતી. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

મૃતકે સ્યુસાઈડ નોટમાં શ્રીજી કૃપા કન્સ્ટ્રંકશનના માલિક સુમનભાઈ ધરસાણી,રૂડાના કાર્યપાલક ઈજનેર કમલેશ ગોંડલિયા, સંદીપ ગમઢા, સંજય સાકરીયા અને દર્શન સ્ટોનના મયુરભાઈ અને પિયુષ વલ્લભ પાનસુરિયા સહિત 6 વ્યકતિના નામનો ઉલ્લેખ કર્યો છે. વધારેમાં જણાવ્યું છે કે, હું દવા પીને આપઘાત કરૂ છુ, તેની પાછળનું કારણ રાજકોટ રૂડામાં આવાસનું કામ ચાલતું હતું તે છે, મારા રૂપિયા મારા ભાગીદારો ખાઈ ગયા છે, માટે હું આપઘાત કરૂ છું. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *