સુરતના કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ તમામ પોલીસકર્મીઓને કરી ખાસ ટકોર- કહ્યું કે ટ્રાફિક નિયમો તોડનાર…

સુરત(Surat): શહેરમાં પોલીસ દ્વારા ગઈકાલે રવિવારના રોજ અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ(Sanjeevkumar Auditorium)માં પોલીસ ગૌરવ સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી…

સુરત(Surat): શહેરમાં પોલીસ દ્વારા ગઈકાલે રવિવારના રોજ અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ(Sanjeevkumar Auditorium)માં પોલીસ ગૌરવ સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ કોરોનાના મહામારી દરમિયાન પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલ કામગીરીને યાદ કરીને તમામ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ટ્રાફિક નિયમન તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ અને થશે જ.

પોલીસ સ્ટેશનમાં પણ સામાન્ય માનવી સાથે સારો વ્યવહાર કરવામાં આવે તે અત્યંત જરૂરી:
આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પહેલી વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. સાથે જ કોરોનાના કપરા કાળ દરમિયાન પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોલીસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરીને તમામ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવામાં આવે. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર કરવામાં આવે તેવું પણ તેમણે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.

સાથે જણાવતા કહ્યું હતું કે, આ શહેરનો એક એક નાગરિક પોલીસપર અને તેમની કામગીરી પર ગર્વ અનુભવે છે. પરંતુ જો તમારો નાનો વ્યવહાર પણ તેમની જોડે ખરાબ થશે તો આખા પોલીસ આલમને ક્યાંકને ક્યાંક બદનામ કરશે. એટલે સૌ ટ્રાફિકના જવાનો જે તડકામાં, ભર વરસાદમાં તમે જે કામ કરો છો અમને લોકોને આપની પર ગર્વની લાગણી અનુભવીએ છીએ. પરંતુ તમારે એક વાત હમેંશા ધ્યાનમાં રાખવાની છે કે, ટ્રાફિક નિયમન તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી,  તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *