ગાંધીનગરનો આ યુવક મહિલાઓને જોઇને ગાડીમાં એવી-એવી હરકતો કરતો કે.., પોલીસ પણ શરમમાં મુકાઇ 

તાજેતરમાં એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરનો રોમિયો એવી રોમિયો ગિરિ કરતો કે મહિલા અને યુવતીઓ પણ શરમમાં મુકાઈ જતી હતી. આ દરમિયાન તે પોલીસના હાથે પકડાઈ જાય નહીં તે માટે પોતે અશ્લીલ હરકત કરી ગણતરીની મિનિટોમાં તો ફરાર થઈ જતો. આખરે પોલીસ દ્વારા ડિકોય કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર સેકટર 7 અને સેક્ટર 9ના વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે, એક ઈસમ વ્હાઈટ કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં આવીને એકલ દોકલ અવર જવર કરતી સ્ત્રીઓની સામે આવે છે અને ટી-શર્ટ કાઢી પેન્ટ કાઢી અશ્લિલ હરકતો કરે છે. જોકે, આવી અનેક ફરિયાદો આવતા પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી ગઈ હતી.

આ દરમિયાન આ શંકાસ્પદ યુવક કાર લઈને સેકટર 8માંથી સેકટર 9 વિસ્તાર તરફ જતો જાણવા મળતા પોલીસ દ્વારા તેનો પીછો કરી ડિકોય ગોઠવવામાં આવી હતી. આરોપી સેકટર 9 વિસ્તારમાં એકાંત વાળી જગ્યાએ ગાડી પાર્ક કરીને ઊભો રહેતા પોલીસ દ્વારા એક મહિલા પોલીસ કર્મચારીને તેની પાસે મોકલવામાં આવી હતી.

આદતથી મજબુર ચુપાવેશમાં આવેલી મહિલા કોન્સ્ટેબલને ઓળખી ન શક્યો અને ગાડીમાંથી નીચે ઊતર્યો હતો અને તુરંત મહિલા સાથે અશ્લીલ માંગણીઓ કરી હતી. ત્યારબાદ તે ટી-શર્ટ કાઢી પેન્ટ કાઢી અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. બસ અહીં જ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેને રણચંડી સબક શિખવાડ્યો અને સાથી પોલીસ કર્મીઓની મદદથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીનું નામ બ્રિજેશ સોલંકી છે અને તે ગાંધીનગર સેકટર-7નો રહેવાસી છે. આ ઉપરાંત પોલીસની તપાસમાં આરોપી સામે અગાઉ સેકટર 7 પોલીસ સ્ટેશનમાં હત્યાનો પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં તેને આજીવન કેદની સજા ફટકારી છે. અને સેકટર 21માં વિશ્વાસઘાતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. એટલે કે, આરોપી રીઢો ગુનેગાર છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *