ઉંચા કોટડાવાળી માં ચામુંડાના પરચા અપરંપાર છે. ચાલો તમને જણાવીએ ઊંચા કોટડામાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના ઈતિહાસ વિશે. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલ ઉંચા કોટડા ગામમાં ગઢ કોટડા તરીકે ઓળખવામાં આવતી તેક્તી ઉપર માં ચામુંડાનું મંદિર આવેલું છે.
જો આ ચામુંડા માં ના મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો માળવાડના જેહાજી ભીલ અને તેમના પત્ની વાલ બાઈ માં ચામુંડાની ભક્તિ ભાવથી અને સાચા દિલથી સેવા કરતા હતા. તેની ભાવભરી ભક્તિને કારણે ચામુંડા માં પ્રસન્ન થયા હતા.
માળવાડ ગામમાં 3 વર્ષથી સતત દુષ્કાળ પાડતા જેહાજી ભીલ અને તેમના પત્ની વાલ બાઈને પોતાની ગાયો અને ભેંસોની ચિંતા થવા લાગી હતી. ત્યારે માં ચામુંડાએ પ્રસન્ન થઈને તેમને દરિયા કાંઠે જવા માટે કહ્યું હતું. ત્યારે તેઓ ભાવનગરના ઊંચા કોટડાના દરિયાકાંઠે આવીને રહેવા લાગ્યા હતા.
માતાજીની કૃપાથી બધું જ સરખું થઇ ગયું અને તેમના ઘરે એક દીકરાનો પણ જન્મ થવાનો હતો પરંતુ દીકરાના જન્મ થયાના પહેલા જ લાલજી ભીલનું અવસાન થયું હતું. ત્યારબાદ પુત્રનો જન્મ થતા તેમનું નામ કાળીયો ભીલ રાખવામાં આવ્યું હતું.પુત્રનો જન્મ થતા જ થોડા દિવસો પછી જ તેમની પત્નીનું પણ અવસાન થયું હતું. માં ચામુંડા તેમના પુત્ર કાળીયા ભીલને આવીને લઇ જાય છે અને તેમને હમીરા હીરના ઘરે મુકી આવે છે.
માતા ચામુંડા કાળીયા ભીલનું ખુબ જ ધ્યાન રાખતા અને તેમનું રક્ષણ કરતા હતા. જયારે ભીલ મોટો થયો ત્યારે તેમણે માં ચામુંડાને કહ્યું કે, મારે આ દરિયા પર રાજ કરવું છે અને એમાં રહેલા જહાજોને લુંટવા છે. ત્યારે માં ચામુંડાએ તેમને કહ્યું કે ભલે તું જહાજ લુંટે પરંતુ ફક્ત અધર્મીઓના જ જહાજ લૂંટજે અને સાથે કહ્યું કે, તું જયારે પણ જહાજ લુંટવા જા ત્યારે મને પૂછીને અને મારી રજા લઈને જજે.
એક વખત ચામુંડા માતાજીના ના પાડવા છતાં પણ જહાજ લુંટવા માટે જાય છે અને તે કેદ થઇ જાય છે. ત્યારબાદ માતાજીએ તેમને છોડાવ્યો અને તેમણે માતાજીની માફી માંગી હતી. ત્યારબાદ કાળીયા ભીલે જહાજ લૂંટવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તે માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યો. અહી આવતા દરેક ભક્તોની બધી જ મનોકામના અને માનતાઓ પૂર્ણ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.