ગુજરાતમાં વાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના વરાછા મીનીબજાર પાસે આવેલી વૃંદાવન સોસાયટી નજીકથી 40 વર્ષીય ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા ઇસમનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યાર બાદ પોલીસને આ સન્ગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઈસમની હત્યા થઇ છે કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસ દરમ્યાન પોલીસને યુવકના મૃતદેહ નજીકથી એક પર્સ મળી આવ્યું હતું. પર્સમાં મૃતક યુવકનું આધાર કાર્ડ હતું. આધાર કાર્ડના આધારે મૃતકનું નામ રાદડિયા ઝવેરભાઈ મનુભાઈ અને તે સરથાણા જકાતનાકા સ્થિત કુબેરનગરમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
હાલમાં પોલીસે પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસ પૂછપરછ શરૂ કરી છે. તેમજ યુવકની હત્યા થઇ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના શરીર ઉપર ઇજાના નિશાન નથી. ઇજાના નિશાન ન હોવાથી પોલીસ અન્ય કારણોને પણ ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. પોલીસે તેના પરિવારના લોકોના પણ નિવેદન લીધા હતા ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હીરાબાગ સર્કલ અને મીની બજાર ખૂબ જ વ્યસ્ત વિસ્તારો માનવામાં આવે છે લાખો લોકોની અવરજવર વહેલી સવારથી મોડી રાત સુધી આ વિસ્તારમાં જોવા મળતી હોય છે તેવા સમયે એક બાદ એક મૃતદેહ મળતા પોલીસ માટે પણ પડકાર ઉભો થયો છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા હીરાબાગ સર્કલ પાસે BRTS બસ સ્ટેન્ડના બ્યુટીફીકેશન માટે બનાવેલા ગાર્ડનમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હજુ તે ગુનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક જવા પામી છે. પોલીસે આ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ યુવકના મોતને લઈને હાલ રહસ્ય ઘેરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.