સુરતમાં બેફામ બન્યા ચેઇન સ્નેચર- માનવતા નેવે મૂકી વૃદ્ધના ગળામાંથી… -જુઓ વિડીયો

સુરત(Surat): શહેરના ખટોદરા જીઆઇડીસી(Khatodara GIDC)માં પ્રોવિઝન સ્ટોર(Provision Store) ચાલવતા એક વૃદ્ધ પાસે 5 રૂપિયાની ચોકલેટ માગી એક મસ્ક પહેરેલ અજાણ્યા ઈસમો દ્વારા 25 ગ્રામ સોનાની ચેઇન(Gold chain) તોડી ભાગી છુટ્યો હતો. થોડા દિવસ પહેલા મોડી સાંજે બનેલી આ ઘટનાના સીસીટીવી(CCTV) સામે આવતા પોલીસ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. વૃદ્ધા અવસ્થામાં પણ પગભર રહીને રોજગારી લેતા સિનિયર સિટીઝનો હવે દુકાનમાં પણ સુરક્ષિત ન હોવાનું આ સીસીટીવી વિડીયોને જોતા લાગી રહ્યું છે.

ચેઇન તોડી અજાણ્યા ઈસમો બાઈક પર ભાગી ગયા:
ખટોદરા વિસતારના જીઆઈડીસીમાં નરેન્દ્ર ડાઇંગની સામે પ્લોટ નં.162માં રહેતા 71 વર્ષના ચંન્દ્રકાંત મણીલાલ જરીવાલાએ જણાવતા કહ્યું હતું કે, ત્રણ સંતાનોમાં એક સંતાન નોકરી કરે છે અને અન્ય બે અભ્યાસ કરે છે. ચંન્દ્રકાંત મણીલાલ જરીવાલા ઘર બહાર જ શિલ્પા પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવે છે. ગઈ 27 ઓક્ટોબરના રોજ સાડા આઠ વાગ્યાની આસપાસ તેઓ ચંન્દ્રકાંત દુકાનની અંદર બેઠા હતા. ત્યારે એક બાઈક પર બે અજાણ્યા ઈસમો ગ્રાહક બનીને આવ્યા હતા. જે બે ઈસમો પૈકી એક ઇસમ બાઈક શરૂ રાખી દુકાનની બહાર ઉભો રહ્યો હતો. જ્યારે બીજો દુકાન પાસે આવ્યો હતો. 5 રૂપિયાની ચોકલેટ માગી શરીરની હલચલ થતાની સાથે જ તેણે મારા ગળામાં હાથ નાખી ચેઇન તોડી પલક ઝપકતા જ બાઇક પર નાસી છુટ્યા હતા.

મહિનો થવા આવશે તેમ છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર:
વધુમાં જણાવતા કહ્યું હતું કે, ઘટનાને આજે 22 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય આવતો ઈસમ હજી પોલીસની પકડથી દુર છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, પત્ની સાથે અવાર નવાર પોલીસ સ્ટેશન જઇને ફોલોઅપ લેવા મજબૂર બન્યો છું. હા હવે વધતી બેરોજગારીમાં સિનિયર સિટીઝન પણ સુરક્ષિત ન હોવાનું કહીએ તો એમાં નવાઈ નહિ. ભગવાનની દુવા છે કે અજાણ્યા ઇસમોએ મારા પર હુમલો ન કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *