આજકાલ કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર મેગ્નેટ ચોટી જતા હોય તેવા કિસ્સા અને વિડીયો સતત સામે આવી રહ્યા છે. કેટલાક લોકોના શરીર પર ધાતુ અને પ્લાસ્ટિકની વસ્તુઓ મેગ્નેટની જેમ ચોંટવા માટે રસીકરણને જવાબદાર ગણાવી રહ્યા છે. જયારે આ અંગે વિજ્ઞાન જાથા સંસ્થાના સંચાલક, જયંત પંડ્યા દ્વારા લોકોને અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
View this post on Instagram
આ વાઈરલ વિડીયો જોઇને લોકો પોતાના પર આ પ્રયોગ કરે છે અને જો શરીર પર વસ્તુઓ ચોટી જાય તો વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાંથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં લોકોએ પોતાના શરીર પર ચલણી સિક્કા, ચમચી સહિતના વાસણો અને મોબાઈલ ફોન શરીર પર લગાવેલા જોવા મળે છે.
હાલ સામાન્ય લોકો બાદ હવે તો નેતાઓ પણ મેગ્નેટ મેન બની રહ્યા છે. આ દરમિયાન નડિયાદ પાલિકાના ભાજપના પૂર્વ સભ્ય પિયૂષ પટેલ દ્વારા પણ પોતાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા પોતાના શરીર પર લોખંડની વસ્તુઓ ચોંટતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ માટે શરીરમાં મેગ્નેટિક ઈફેક્ટ પેદા થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. કેટલાક તો ત્યાં સુધી દાવો કરે છે કે, કોરોના વિરોધી રસી લીધા બાદ તેમના શરીરમાં મેગ્નેટિક ઈફેક્ટ આવી છે.
View this post on Instagram
આ ઉપરાંત તંત્ર દ્વારા પણ આ પ્રકારની અફવાઓથી ન દોરાવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીનું માનીએ તો આ બાબતને રસી લેવા સાથે કોઈ લેવાદેવા નથી. ઉનાળામાં વધુ પરસેવો થતા આમ થવું સ્વાભાવિક છે. તંત્ર અપીલ કરી રહ્યું છે કે, સોશિયલ મીડિયામાં અફવાઓ પણ ફેલાતી હોય છે ત્યારે અફવાઓથી ચેતવું અને દૂર રહેવું જરૂરી છે.
આ અંગે વિજ્ઞાન જાથા સંસ્થાના સંચાલક, જયંત પંડ્યા દ્વારા પોતાના શરીર પર આ રીતે લોખંડની વસ્તુઓ ચોંટાડીને બતાવવામાં આવી. આમ કરીને તેમણે લોકોને અફવાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, પૃષ્ઠતાણ અને ગરમીમાં પરસેવાને કારણે આમ થવું સ્વાભાવિક છે. આ બાબતને શરીરની ચુંબકીય શક્તિ સાથે સાંકળવી એ સાવ ખોટી વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.