ગુજરાતના વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દોડકા ગામ પાસે સવાર શ્રમજીવીઓ જીપ અને ટ્રક વચ્ચે મોદી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 16 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મહીડા, મેડા અને મોરી પરીવારના 19 વ્યક્તિઓ જીપમાં મોરબી મજુરીકામ કરવા માટે નીકળ્યા હતા. મજુરી કામે જઈ રહેલા શ્રમજીવીઓની સાથે 5થી 6 બાળકો પણ હતા. ગુરૂવારે મોદી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર દોડકા ગામ પાસે ટ્રક અને જીયનું ગંભીર અકસ્માંમાત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને કુલ 16 લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્રારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માત દરમિયાન મુર્ત્યું પામેલ વ્યક્તિના નામ તેનસીગ પાર્સિંગ મેડા, રાહુલ દિનેશભાઇ મેડા, અને એક 25 વર્ષનો યુવકનું પણ મૃત્યુ થયું છે.
ઇજાગ્રસ્તો વ્યક્તિઓ માં હિતેશ મેડા, સુરેશભાઇ મેડા, રામજીભાઇ મેડા, ભવસિંગ મેડા, રંગીતાબેન મહિડા, અજય મહિડા, અંકિતા મહિડા, ગોવિંદભાઇ મહિડા, મગનભાઈ મેડા, કાન્હા મીરે, રિદ્ધિબેન મીરે, ભૂરીબેન મીરે, સુમીબેન મીરે અને અખિલેશ મેડા અકસ્માતમાં 16 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
આ ઘટના અંગે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન વ્યવહાર પણ થોડા સમય માટે બંધ થયો હતો. ઘટના અંગે જાણ થતા પોલીસે ટ્રાફિક ક્લીયર કરવામાં આવ્યું હતું. આ બનાવની જાણ બાદ ભાદરવા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી શરુ કરી હતી. ભાદરવા પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.