તાજેતરમાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં માંગરોળમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરે ખુરશીમાં બેસી બ્લેડથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું. આ દરમિયાન સારવાર માટે તેમને પહેલા જૂનાગઢ અને હાલ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ, સુલેમાનભાઇ ઘરે એકલા રહેતા હતા. આ દરમિયાન તેમણે ખુરશીમાં બેસીને બ્લેડ વળે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. જે બાબતની જાણ પાડોશીને થતા તેમણે ફોન કરીને વૃદ્ધના પરિવારજનોને બોલાવ્યા હતા.
પરિવારજનોએ ઘરે પહોંચીને પ્રથમ સારવાર માટે વૃદ્ધને માંગરોળ, જૂનાગઢ અને વધારે સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફે બનાવ અંગે માંગરોળ પોલીસને જાણ કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલનાં સુત્રો અનુસાર વૃદ્ધ અગાઉ ડ્રાઇવિંગ કરી પોતાનાં પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતા હતા હાલમાં તેઓ નિવૃત જીવે છે. સંતામાં તેમણે ચાર પુત્ર અને પાંચ પુત્રી છે. તેમને કુલ 9 સંતાનો છે. પરિવારના જણાવ્યા મુજબ, વૃદ્ધની માનસિક સ્થિતિ છેલ્લા એક વર્ષથી નાદુરસ્ત છે. જેથી આ પ્રકારે પોતાની રીતે પોતાને ગંભીર ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.