રાત્રી કર્ફ્યુ દરમિયાન બુટલેગરો બેફામ: દારૂની હેરાફેરી માટે એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ ચોંકી ઊઠી

ગુજરાતમાં ગાંધીજીના સમયથી દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી ઘટનાઓ સામે આવતી રહે છે. મોટાભાગે પોલીસ દ્વારા…

ગુજરાતમાં ગાંધીજીના સમયથી દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી ઘટનાઓ સામે આવતી રહે છે. મોટાભાગે પોલીસ દ્વારા કમીશન લઈને બુટલેગરોને છોડી દેવામાં આવતા હોય છે. જેને કારણે બુટલેગરો રાજ્યમાં ખુલેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.

હાલમાં કોરોનામાં બુટલેગરોના દારૂના ધંધા બંધ થઈ ગયા હોવાથી બુટલેગરો દારૂનો ધંધો કરવા અનેક નવાનવા નુસ્ખાઓ અપનાવતા હોય છે. આ ઉપરાંત હાલમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બુટલેગર બેફામ બન્યા હોય તેવું સામે આવી રહ્યું છે.

હાલમાં આ કોરોના મહામારીના લીધે જયારે સમગ્ર રાજ્યમાં કર્ફ્યું ચાલી રહ્યો છે ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પોલીસે નાઈટમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્રધસિંહ ચડુાસમાં ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચચરાગ દેસાઈ અંકલેશ્વર ધવભાગ,અંકલેશ્વર તથા સી.પી.આઈ શ્રી બી.એમ. રાઠવા દ્વારા જુગાર પ્રવુતિ પર સતત વોચ રાખવામાં આવતી હતી.

આ દરમિયાન આજે તેઓને બાતમી મળી હતી કે, પઠારથી નેત્રંગ જતાં હાઈવે પર આવેલ આયુષ્માન ભવનની બાજુમાં સ્થિત “નૈતીક જનરલ સ્ટોર” નામની દુકાનની પાછળની બાજુ ખુલ્લી જગ્યામાં તુવેરની કરાઠીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે.

નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા જ સ્ટાફના માણસો અને બે પંચના માણસો બોલાવીને દુકાન પર રેઇડ પાડવામાં આવી હતી અને તુવેરના કરાઠાના ઢગલા નીચે તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, આ દારૂના જથ્થામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી એમ કુલ મળીને 760 બોટલો તથા બીયર ટીનની 72 મળીને કુલ 832 બોટલો જપ્ત કરવામાં આવી છે. જેની કિંમત 93,100 રૂપિયા છે.

આ ઘટનામાં પકડાયેલ આરોપીનું નામ અજયભાઇ S/O નરસીહભાઇ અદલભાઇ વસાવ, કૃનાલભાઇ વસાવા, રવિભાઈ વસાવા, સુરેશભાઇ વસાવા અને ધર્મેશભાઈ વસવા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હાલ એક આરોપીને જડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *