સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ઘણી ઘટનાઓ જોવા મળી હતી. રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક આ ઘટના બની હતી. ઉમરા પોલીસની વાન સાથે બાઈકસવારના ટકરાવવાથી આ અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટના બાદ પોલીસે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાંના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં એવું સામે લાવી રહ્યા છે કે, સગીરને સરખી બાઈક ચલાવતા આવડતું ન હતું.
View this post on Instagram
સુરતમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક કિશોર મોત વળગ્યો હતો. પરંતુ આ અકસ્માત કોઈ કાર કે બાઈક સાથે નહિ પરંતુ પોલીસની વાન સાથે થયો હતો. સુરત પાંડેસરામાં કાકા-કાકીના ઘરે જેનપુરનો વતની અંકિત રામઆશરે પટેલ અઠવાડિયા અગાઉ રોજીરોટી માટે રહેતો હતો.
રવિવારે અંકિત બાઈક લઈને નીકળ્યો હતો, ત્યારે વેસુ ચાર રસ્તા નજીક તેનો અકસ્માત થયો હતો. પોલીસની વાન સાથે અંકિત ઉમરાની બાઈક ટકરાતા તેનું મોત થયું હતું. ઉમરા પોલીસ મથકના પીઆઈ કે.બી. ઝાલાના કહ્યા પ્રમાણે અંકિત બાઈક પર આવી રહ્યો હતો. ત્યારે વેસુ ચાર રસ્તા નજીક પોલીસની વાન સાથે અથડાયો હતો. પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ તેનું મોત થઇ ગયું હતું. જો કે પોલીસનો આરોપ છે કે, અંકિતને બાઈક બરાબર ચલાવતા આવડતી ન હતી.
સમગ્ર મામલાની જાણ તેના પરિજનોને કરવામાં આવી હતી. જો કે સુરતમાં રહેતા કાકા-કાકીએ સમગ્ર ઘટનાની જાણ અંકિતના માતા-પિતાને કરી હતી. જેથી ઉત્તરપ્રદેશથી તેના માતા-પિતા સુરત આવવા રવાના થઇ ગયા હતા. હાલ તો સમગ્ર બનાવ અંગે પોલીસ વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.