પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝગડા તો ચાલતા જ હોય છે. પરંતુ, ક્યારેક આ નાના મોટા ઝગડા એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે કે હત્યા સુધી પહોચી જાય છે. આવો જ એક કિસ્સો હલવાદમાંથી સામે આવ્યો છે. જેમાં પતિએ મોબાઈલ આપવાની ના પડી જેથી પત્નીએ ઝેર ગટગટાવી આત્મહત્યા કરી હતી.
આજકાલ મોબાઇલની મોકાણમાં અનેક પરિવારોના માળા પિંખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ દરમિયાન વધુ એક બનાવમાં હળવદના જુના દેવળીયા ગામે પતિએ મોબાઈલ નહિ આપતા પત્ની માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. નવોઢાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી છે.
ત્યારબાદ આ ઘટના અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ, હળવદના જુના દેવળીયા ગામે રહેતા નટુભાઈ દીનેશભાઈની વાડીએ મજૂરી કામ માટે પરિવાર સાથે આવેલી મનીષાબેન દેવરાજભાઈ નાયકા નામની 20 વર્ષની પરિણીતાએ સાંજના છ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેણે ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર મનીષાબેન નાયકાના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે અને છેલ્લા એકાદ મહિનાથી પરિવાર સાથે અહીં મજૂરી કામ માટે આવી છે. તેણે પતિ દેવરાજ પાસે મોબાઈલ માંગ્યો હતો. પરંતુ, પતિએ મોબાઈલ નહિ આપતા તેને માઠું લાગી આવતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.