ગુજરાત રાજ્ય લવ જેહાદના કાયદો અમલમાં મૂક્યા બાદ વડોદરા અને વલસાડમાં મળીને લવ જેહાદના કુલ બે કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાત ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખંભાતની 20 વર્ષીય મુસ્લિમ યુવતી ફરમીનબાનું મો. ફરૂકાન સૈયદે હિંદુ યુવક ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે 19 મી જુનના રોજ રાજીખુશીથી લગ્ન કર્યા છે. મુસ્લિમ યુવતી આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી. તેના પરિવારજનો દ્વારા યુવતીને તથા તેના પતિને જાનનું જોખમ હોય તો પોલીસ રક્ષણ આપવાની પણ માંગ કરી છે. આ બંનેનો 30 સેકન્ડ નો વીડીયો પણ સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ખંભાત તાલુકાના જુની મંડાઈ સ્થિત આવેલા સૈયદવડા ખાતે રહેતી ફરમીનબાનું મો. ફરુકાન સૈયદે હિંદુ યુવક ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે રાજીખુશીથી લગ્ન કરી લીધા છે. પોલીસ વડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને પોતાનું અને પોતાની પત્નીનું રક્ષણ માંગવા માટે લેખિતમાં અરજી પણ કરી છે.
લેખિતમાં અરજી કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે, ૧૯ જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે મુસ્લિમ યુવતીએ લગ્ન કર્યા હતા. ૧૭ મી જુનના રોજ તેમણે તેના પિતાનું ઘર પહેરેલ કપડે જ છોડી દીધું હતું. યુવતીના પિતા અને અન્ય પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેઓ તેમને છૂટા પાડવા માટે હિંસક પ્રયાસો કરી રહ્યા છે. યુવતીને અને તેમના મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. યુવતીએ હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં આ દંપતી ડરને કારણે ખંભાત જોડી સલામત સ્થળે પહોંચી ગયું છે.
આ સાથે ફરમીન સૈયદે અરજીમાં કેટલાક અને તેનાથી ડર લાગતો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જેમાં પિતા મો. ફુરુકાન સૈયદથી તેમના કુટુંબીક મામા એઝાઝ સૈયદ તથા તાકીર સૈયદ તથા માથાભારે ઇસમ ફિરોઝ પઠાણ ઉર્ફે,સોહિલ ઉર્ફે કાંટો, સદ્દામ સૈયદ ઉર્ફે, મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસિફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણથી ડર લાગતો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.