તાજેતરમાં પાકિસ્તાનના લાહોરના જૌહર શહેરમાં એક વિસ્ફોટ થયો છે. જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે અને 17 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનની બોલ ટીવી ચેનલ સાથેની વાતચીતમાં લાહોર પોલીસ કમિશનરે કહ્યું કે, વિસ્ફોટ એહસાન મુમતાઝ હોસ્પિટલ નજીકના E બ્લોકમાં થયો હતો.
અત્યાર સુધીની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે સિલિન્ડર વિસ્ફોટ નહીં પરંતુ બોમ્બ વિસ્ફોટ હતો. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ બ્લાસ્ટ મુંબઈ હુમલાનો મુખ્ય સૂત્રધાર આતંકી હાફિઝ સઈદના ઘરની નજીક થયો હતો. હાલ તે જેલમાં છે.
ઇજાગ્રસ્ત થયેલા તમામને જીનાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટથી નજીકના મકાનોને પણ નુકસાન થયું હતું. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, તેનું ઘર ફક્ત 6 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. જે બ્લાસ્ટમાં ખરાબ રીતે નુકસાન થયું છે.
આ દરમિયાન પાકિસ્તાન પંજાબના મુખ્ય પ્રધાન, ઉસ્માન બુઝદરે આઇજીને આ ઘટનાની તપાસ કરવા અને ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, જે લોકો આ ઘટના માટે જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.