કોરોનાકાળમાં માણસ જ માણસને સમજી શકતો ન હતો. પરંતુ મૂંગા જીવની વાત કરીએ તો તે પોતાનું દુઃખ કોઈ ને કહી શકતા નથી. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રખડતું એક કૂતરને ઘણા સમયથી તેના પગમાં ગાંઠથી પીડાઈ રહ્યું હતું. આ ગાંઠ આશરે 7-8 કિલોની આસપાસની છે. આવી મોટી ગાંઠ તમે જોઈ નહીં હોય. જોકે, સમયસર આ મૂંગા પ્રાણીઓની સેવામાં હંમેશા હાજર રહેનાર જીવદયા પ્રેમી એવા એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ આ કૂતરાનું દર્દ સમજીને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યું હતું.
એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે, કૂતરામાં ઓછા કિસ્સામાં આ રીતે ગાંઠ જોવા મળે છે. જોકે હાલ હોસ્પિટલમાં આ ગાંઠથી પીડાય રહેલા કૂતરાની સારવાર કરવામાં આવી છે. વધારેમાં તેમણે કહ્યું કે, જો તમારી આસપાસ મૂંગા પ્રાણી ભૂખ્યા હોય તો તેમને ખાવાનું આપવું જોઇએ તેમજ અન્ય કોઇ બીમારી હોય તો આવા મૂંગા પશુઓ સેવા કરવી જોઈએ.
અગાઉ અમદાવાદના રીટાયર્ડ ડીવાયએસપી બી.એય.ચૌહાણનો કોલ આવ્યો હતો કે, કમ્પાઉન્ડમાં એક પક્ષી ઘાયલ થઇ પડ્યું છે અને ખૂબ જ પીડાઈ રહ્યું છે. એનિમલ લાઇફકેરના વિજય ડાભીને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર ઘાયલનું રેસ્ક્યુ કર્યું હતું અને તેને સારવાર આપી તાત્કાલિક તેને ફોરેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
વિજય ડાભી નું કહેવું છે કે, આ પક્ષી તળાવ જંગલ વિસ્તારમાં તથા ગામડા વિસ્તારમાં વઘુ જોવા મળે છે. તમને લોકોને અપીલ છે કે, ક્યાંય પક્ષી ઘાયલ જણાય કોઈ તાર મા લટકતું જોવા મળે જાતે લોખંડના સળિયાથી કે અન્ય વસ્તુ થી તેને ઉતારવાની કોશિશ ન કરો અને તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન ફાયર બ્રિગેડ અથવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો સંપર્ક કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.