હાલમાં ચાલી રહેલા કોરોના દરમિયાન શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ છે. આ દરમિયાન અમુક ગામડા વિસ્તારમાં નેટવર્કના અભાવે બાળકો ભમી શકતા નથી. ત્યારે ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગામડાઓમા આજે એકવીસમી સદીમાં પણ નેટવર્કના ધાંધિયા હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતાં નથી. આ ઉપરાંત ગરીબોના બાળકો પાસે મોબાઈલ પણ હોતાં નથી.
હવે તો ગામડાના લોકો પણ પોતાની જુની માન્યતાઓને નેવે મુકીને પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલાં મોહબી અને મોહબુડી ગામની વિધાર્થીનીઓ મુન્ની વસાવા અને માધવી વસાવા બંને જેઓ નેત્રંગ તાલુકામાં કાકડકુઈ ગામે આવેલી માધવ વિધાપીઠમાં ધોરણ-12 માં અભ્યાસ કરે છે.
પરંતુ, ગામમાં ઈન્ટરનેટની સુવિધા નહીં હોવાથી અને નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી બંને વિદ્યાર્થીનીઓ એક જ મોબાઈલ લઈને ગામ નજીક આવેલા ડુંગરની એક ટેકરી ઉપર જઈને વરસાદમાં પણ છત્રીના સહારે ઓનલાઇન શિક્ષણ મેળવી રહી છે. ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ ઈન્ટરનેટનો અભાવ હોવાથી અસંખ્ય આદિવાસી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.
અંતરીયાળ વિસ્તારમાં વિધાર્થીઓ ઓનલાઈન ભણી શકતાં નથી. પરંતુ, મોહબી અને મોહબુડી ગામની આ બે વિદ્યાર્થીનીઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનું ભવિષ્ય ઉજ્જળ બનાવવા ગામથી દૂર જઈને ઓનલાઈન શિક્ષણ મેળવવા પ્રયાસ કરી રહી છે. જેને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.