ગુજરાતના નવા ગવર્નરની આજે નિમણૂક કરવામાં આવી હતી. આચાર્ય દેવ વ્રતને ગુજરાતના નવા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે કાર્યરત છે. તેઓ ત્યાં ઓગસ્ટ 2015થી કાર્યરત છે. આ પહેલા તેઓ હરિયાણામાં કુરુક્ષેત્રમાં ગુરુકુળના પ્રિન્સિપલ હતા. હિમાચલ પ્રદેશમાં હવે તેમનીસ જગ્યાએ નવા ગવર્નર તરીકે કલરાજ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના 24માં રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ 15મી જુલાઈએ પૂર્ણ થયો હતો. તેમને રાજભવનમાં 12 જુલાઈ 2019ના દિવસે વિદાય આપવામાં આવી હતી. ત્યારે તેમના પત્ની લેડી ગવર્નર અવિનાશ કોહલી પણ આ દરમિયાન તેમની સાથે હતા. તેમનો છેલ્લો કાર્યક્રમ એક પુસ્તકનું વિમોચન કરવાનું હતો. 5 વર્ષ સુધી ગુજરાતમાં રહ્યાં અને બેકારી વધી હોવાના તેમના અભિપ્રાયને બાદ કરતા કોઈ વિવાદ તેમના નામે રહ્યો નથી. તેઓ દરેકને મળતા હતા તેથી તેમણે રાજભવનને લોક ભવન બનાવ્યું હતું.
મોટા ભાગે તેમણે સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ઉદઘાટનો કર્યા હતા. તેમણે આ રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો સમય બચાવી આપ્યો હતો. તે સિવાય તેમનું કોઈ મોટું યોગદાન 5 વર્ષમાં રહ્યું નથી. ઓ.પી. કોહલી રાજ્યપાલ પદે બીજી ટર્મ સુધી રહેશે એવી ધારણા હતી.
16 જુલાઈ 2014ના ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી.
રાજ્યપાલ ઓ.પી.કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે 1999-2000માં હતા. 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.
અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી
ક્રમ રાજ્યપાલ સમયગાળો
1 મહેંદી નવાઝ જંગ 1-5-1960 થી 31-7-1965
2 નિત્યાનંદ કાનુગો 1-8-1965 થી 6-12-1967
3 પી.એન.ભગવતી (કાર્યકારી) 7-12-1967 થી 25-12-1967
4 ડૉ.શ્રીમન્નારાયણ 26-12-1967 થી 16-3-1973
5 પી.એન.ભગવતી (કાર્યકારી) 17-3-1973 થી 3-4-1973
6 કે.કે.વિશ્વનાથન 4-4-1973 થી 13-8-1978
7 શ્રીમતી શારદા મુખર્જી 14-8-1978 થી 5-8-1983
8 પ્રો.કે.એમ.ચાંડી 6-8-1983 થી 25-4-1984
9 બી.કે.નહેરુ 26-4-1984 થી 25-2-1986
10 આર. કે. ત્રિવેદી 26-2-1986 થી 2-5-1990
11 મહિપાલસિંહ શાસ્ત્રી 2-5-1990 થી 20-12-1990
12 ડૉ. સ્વરૂપસિંહ 21-12-1990 થી 30-6-1995
13 નરેશચંદ્ર સક્સેના 1-7-1995 થી 29-2-1996
14 કૃષ્ણપાલસિંહ 1-3-1996 થી 24-4-1998
15 અંશુમનસિંહ 25-4-1998 થી 15-1-1999
16 કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી) 16-1-1999 થી 17-3-1999
17 સુંદરસિંહ ભંડારી 18-3-1999 થી 6-5-2003
18 કૈલાશપતિ મિશ્રા 7-5-2003 થી 2-7-2004
19 ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી) 3-7-2004 થી 23-7-2004
20 નવલકિશોર શર્મા 24-7-2004 થી 29-7-2009
21 એસ. સી. જમિર (કાર્યકારી) 30-7-2009 થી 26-11-2009
22 ડૉ.કમલા બેનિવાલ 27-11-2009 થી 07-07-2014
23 માર્ગારેટ આલ્વા (કાર્યકારી) 07-07-2014 થી 16-07-2014
24 ઓમપ્રકાશ કોહલી 16-07-2014 થી 15-07-2019 સુધી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.