પેન કાર્ડ અને આધાર કાર્ડના નિયમો બદલાઇ ગયાં છે. સરકારે બજેટમાં આધાર કાર્ડ અને પેન કાર્ડને લઇને અનેક પ્રકારના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ હવે પેન કાર્ડ અનેક નાણાકીય સેવાઓ માટે ફરજિયાત નથી રહ્યુ. પેનના બદલે તમે તમારા આધાર નંબરનો ઉપયોગ કરી શકો છો પરંતુ આ તે જ વ્યક્તિ કરી શકે છે જેની પાસે પેન કાર્ડ નથી. ચાલો તમને જણાવી દઇએ કે ક્યાં-ક્યાં તમે પેન કાર્ડના બદલે આધાર કાર્ડ આપી શકો છો.
આધાર કાર્ડથી બનશે ક્રેડિટ કાર્ડ
જે લોકો પાસે પેન કાર્ડ નથી પરંતુ આધાર કાર્ડ છે તે લોકો પણ ક્રેડિટ કાર્ડ સરળતાથી બનાવી શકો છો. સાથે જ બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.
આ છે પેન કાર્ડ અને આધાર કાર્ડ સાથે સંબંધિત નિયમો
10 લાખ રૂપિયાથી વધુની અચલ સંપત્તિ ખરીદવા પર પણ તમે હવે પેનના બદલે આધાર નંબર આપી શકો છો.
હવે જો તમે 50 હજાર રૂપિયાથી વધુનું કેશ ટ્રાન્જેક્શન કરશો તો પેનના બદલે આધાર નંબર આપી શકો છો.
ડીમેટ એકાઉન્ટ અને બેન્ક એકાઉન્ટ હવે આધાર કાર્ડથી ખુલી જશે.
જો તમારી પાસે પેન કાર્ડ ન હોય તો હવે આધાર નંબર આપીને પણ તમારુ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો.
જો તમે 2 લાખ રૂપિયાથી વધુનું સોનુ ખરીદો તો જ્વેલર તમારી પાસે પેન કાર્ડ માંગે છે. હવે તમે જ્લેવરને તમારો આધાર નંબર આપી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને શેરનાં ખરીદ-વેચાણમાં પણ પેન જરૂરી છે પરંતુ હવે ત્યાં પણ આધારનો ઉપયોગ કરી શકાશે.
50 હજારથી વધુ રૂપિયાની વિદેશી કરંસી ખરીદવા પર આધાર નંબર આપી શકાશે.
કોઇ ઇન્શ્યોરન્સ કંપનીને પ્રિમિયમ તરીકે એક વર્ષમાં 50 હજારનું પેમેન્ટ કરતાં હોય તો પેનના બદલે આધાર નંબર આપી શકાશે.
કોઇ લિસ્ટેડ કંપનીના 1 લાખ રૂપિયાથી વધુના શેર ખરીદો તો ત્યાં પણ આધારથી તમારુ કામ થઇ જશે.
જો તમે કોઇ ફોર વ્હીલર વાહન ખરીદો તો પણ તમે પેનના બદલે આધાર કાર્ડ આપી શકો છો.
કોઇ હોટલ-રેસ્ટોરન્ટમાં કેશમાં એકવારમાં 50 હજારના બિલનું પેમેન્ટ કરવા પર પણ આધાર નંબર આપી શકશો.
કાર ખરીદવા માટે હવે પેનના બદલે આધાર નંબર આપી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.