ચીનમાંથી 1.46 લાખ વર્ષ જુની માનવ ખોપડી મળી છે. જો કે આ માનવ ખોપડી માનવ વિકાસ પરના સંશોધન માટે ઉપયોગી છે. આધુનિક માણસ નજીકનો નિએન્ડરડલને માનવામાં આવે છે. ચીની રિસર્ચસે નવી મળી આવેલા માનવ ખોપડીના જીવાશ્મને હોમો લાંગી કે ડ્રેગન મેન નામ આપવામાં આવ્યું છે. ક્રિસ સ્ટ્રિંગર જે લંડનમાં નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના રિસર્ચ પ્રોફેસરનું કહેવું છે કે, 50 વર્ષ દરમિયાનની આ સૌથી મોટી શોધ છે.
જાણવા મળ્યું છે કે, 1933માં ચીની મજૂરોને આવી માનવ ખોપડી મળી હતી જે હાર્બિન પ્રાંતમાં સૌન્ગુઆ નદી પર એક પૂલ બાંધી રહયા હતા. જાપાનીઓના હાથમાં આ ખોપડી ન આવે તે માટે એક કુવામાં સંતાડી દેવામાં આવી હતી. જેને ખોપડી છુપાવી હતી તેણે મુત્યુ પહેલા પોતાના પુત્રને જણાવ્યું હતું.
2018માં આ ખોપડી હાથ લાગી હતી પરંતુ તે કેટલી જુની છે તેના પર બે વર્ષ સંશોધન કર્યા પછી મોહર લગાવવામાં આવી છે. જિયો કેમિકલ ટેકનીકની મદદથી જિયો યુનિવર્સિટીના પ્રોફેસર કિયાન્ગજીએ આકલન કર્યુ હતું જેમાં આ ખોપડી 1.46 લાખ વર્ષ જુની હોવાનું જાણવા મળ્યું હતું.
આધૂનિક માણસો કરતા આ ખોપડી ઘણી જ જુની છે. એક સોફટવેરની મદદથી જાણવા મળ્યું છે કે, નિએન્ડરદલ કરતા આધૂનિક માણસની વધારે નજીક છે. સંશોધકોનું માનવું છે કે, આ 50 વર્ષના પુરુષની હોવી જોઇએ જેનું નાક ખૂબ વિશાળ છે. આ વ્યક્તિ ભારે શરીર ધરાવતો છે જેને કાંતિલ ઠંડીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો ન હોવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.