થોડાક મહિનાઓ પહેલા મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બસનો ગંભીર રીતે અકસ્માત થયો હતો અને તે બસ સતના બાજુ જઈ રહી હતી અને તેમના ઘણા બધા મુસાફરો સવાર હતા.આ બસ 54 મુસાફરોથી ભરેલી બાણસાગર કેનાલમાં ખાબકી હતી. જેમાં કુલ 51 મૃતદેહ મળ્યા છે. 6 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવર પોતે તરીને કેનાલમાંથી બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી હતી. કેટલાક મૃતદેહો પાણીના વહેણમાં તણાઇ જવાની વાત પણ બહાર આવી હતી.
આ બસ અકસ્માત બન્યો ત્યારે તે સમયે સરદા ગામની દીકરી આશા બંસલ અને શિવરાણી લોણીયાએ લોકોને બચાવવા માટે ખુબ જ પ્રયત્નો કર્યા હતા.તેમને જણાવતા કહ્યું છે કે, આ ઘટના જોયા બાદ તરત જ તેના જીવની પણ પરવાહ કર્યા વગર તે બાણસાગર કેનાલમાં કૂદી ગઈ હતી. ત્યારબાદ કુદીને બસના પાછળના દવાજામાંથી ૭ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો અને જેમાં એક બાળક પણ હતું.
આ સમગ્ર અકસ્માતની ઘટના અંગે શિવાનીએ જણાવતા કહ્યું છે કે, સવારના સાડા ૭ વાગ્યે હું ઘરની બહાર હતી ત્યારે તેવામાં કેનાલ વવાળા રસ્તા પરથી પસાર થઇ રહી હતી તેવામાં જોત જોતામાં અચાનક જ આ બસ કેનાલમાં ખાબકી હતી અને આ દુર્ઘટના ઘટી હતી.
સાથે જ તેમણે કહ્યું છે કે, બસ કેનાલમાં ખાબકતાની સાથે જ હું તેમને જોઇને ચીસો પાડતી પાડતી તેમની બાજુ દોડી ગઈ હતી અને ત્યાં બસના પચાલના દરવાજેથી મુસાફરો બહાર નીકળી રહ્યા હતા અને અન્ય લોકો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા અને તે જ સમયે હું તેમના જીવને બચાવવા માટે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર કેનાલમાં કુદી પડી હતી. મારાથી જેટલા લોકોનો જીવ બચાવી શકાય તે લોકોના જીવ મે બચાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.