સુરત(ગુજરાત): થોડા સમય પહેલા જ સુરત શહેરના અમરોલીમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા માથાભારે લાલુ જાલિમને ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉત્તરપ્રદેશના બનારસ ખાતેથી લાલુ જાલિમને પકડી પાડી સુરત લાવવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સક્રિય ગેંગનો સફાયો કરવા માટે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની શરુઆત કરવામાં આવી હતી અને અલગ-અલગ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં અમરોલી વિસ્તારના કુખ્યાત લાલુ જાલિમ ગેંગ સામે પણ ગાળિયો કસ્યો હતો. ફિલ્મી ડોન જેવી જિંદગી જીવતા જાલીમને પણ આખરે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, લાલુ જાલિમ, દિપક જાગીન્દર જયસ્વાલ, નિલેશ ઉર્ફે મીયો દિલીપ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, જગદીશ ઉર્ફે ભાઈ ચોટલી કરશન કંટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે, રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ સીતારામ શિંદે, નિકુંજ ઉમેશ ચૌહાણ, નયન વસંત બારોટ અને અવનેશકુમાર ઉર્ફે અન્નુ દશરથસીંગ રાજપુત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગીજસીટોકના ગુનો દાખલ થવાની સાથે જ લાલુ જાલિમ ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા જે-તે સમયે તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત નાસતા ફરતા લાલુ જાલિમને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક કામે લગાડવામાં આવ્યું હતું. એ.સી.પી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસ દરમિયાન સ્ટાફના માણસોને એવી બાતમી મળી હતી કે, લાલુ જાલિમ ઉત્તરપ્રદેશના બનારસ ખાતે છે. જે બાતમીને વર્કઆઉટ કરી એક ટીમ બનારસ ખાતે મોકલવામાં આવી હતી. જે ટીમ દ્વારા બાતમીના આધારે બનારસથી લાલુ જાલિમને દબોચી લીધો હોવાનુ સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, પોલીસની ટીમ તપાસમાં યુપીમાં જ બાકીના તેના સાગરીતોને ઝડપી પાડવા માટે રોકાય હતી. લાલુ જાલિમ ગેંગ સામે 94 ગુના નોંધવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જેકોબ રબારીના અવસાન બાદ લાલુ જાલિમ ગેંગ ઓપરેટ કરવા લાગ્યો હતો. આ ગેંગનો અમરોલી વિસ્તારમાં તો ભારે ત્રાસ હતો જ પણ સાથે શહેરના અન્ય વિસ્તારો અને જિલ્લામાં પણ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
ગેંગ સામે કતારગામ, ઉધના, રાંદેર, ચોકબજાર, મહિધરપુરા, ઉમરા, સુરત રેલવે અને સુરત જિલ્લાના ઓલપાડ સહિતના પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ, વ્યથા, મહાવ્યથા, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મિલ્કત સંહંધી 94 ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ગામમાં સરપંચ બની ગયો? લાલુ જાલિમ તેની સામે ગુજસીકોકનો ગુનો દાખલ થવાની સાથે જ સુરત છોડીને ફરાર થઈ ગયો હતો. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, લાલુ પોલીસના ડરથી જાણે ગુનાખોરીની લાઈન છોડી દીધી હોય તેમ ઉત્તરપ્રદેશના બનારસ ખાતે આવેલા તેના ગામમાં સરપંચ બની ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.