સુરતમાં લુખ્ખા તત્વોએ SMCની ટીમ પર હુમલો કરી ઉભી કરી મોટી બબાલ- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં જાણે અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવી મુક્યો છે. પોલીસનો તો જાણે કોઈને ડર જ નથી. આ દરમિયાન સુરતમાંથી પણ અવાર-નવાર હુમલાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર સુરતના વરાછા વિસ્તારના ખોડીયાર નગરમાં SMCની ટીમ પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, પાલિકાની દબાણ હટાવ ટીમ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેથી પાલિકાના માર્શલો દ્વારા કાર્યવાહી કરીને હુમલો કરનાર આરોપીને ઝડપી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, પાલિકાના દબાણ ખાતાનાની ટીમ પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

29મી તારીખના રોજ જીરો દબાણ માટે ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ બાબતે દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા લગભગ કોઈ ફરિયાદ ન કરતા મામલો દબાઈ ગયો હોવાનું કહી શકાય છે. લારીઓ ઉઠાવતા હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે. પાલિકાના માર્શલો દ્વારા હુમલાખોરોને ઝડપી પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

હુમલાખોરોને ઝડપી લઈને પાલિકા દ્વારા હાલ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સુત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે. જોકે, પાલિકાના કર્મચારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, અવારનવાર હુમલા થવા છતાં રક્ષણ મળતું નથી. જેથી આગામી સમયમાં તેઓ મેયર અને કમિશનરને રજૂઆત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *