બેફામ બનેલા નબીરાએ પેટ્રોલિંગ કરી રહેલા PSI ને અડફેટે લેતા સારવાર દરમિયાન નીપજ્યું કરુણ મોત

જુનાગઢ શહેરમાં ગઈકાલ એટલે કે મંગળવારની રાત્રે ગમ્ખવાર અકસ્માત બન્યો હતો. જેમાં જુનાગઢ શહેરના પીએસઆઈ ડી.કે. સીંગરખીયા ભવનાથ તળેટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા તે સમયે કારે તેમને ટક્કર મારતા તેઓને ખુબ જ ગંભીર ઈજાઓ પહોચી હતી અને તે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલક સગીર હતી અને તેમની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે. સગીર કારચાલક સામે પોલીસે કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધ્યો છે. સગીર જુનાગઢના જાણીતા બિલ્ડરનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જુનાગઢ ખાતે ડીવાયએસપીના રીડર પીએસઆઈ તરીકે ડી.કે. સીંગરખીયા છ દિવસ પહેલા જ ઉપસ્થિત થયા હતા. પીએસઆઈ ડી.કે. સીંગરખીયા ભવનાથ તળેટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા તે સમયે કારે તેમને ટક્કર મારતા તેઓને ખુબ જ ગંભીર ઈજાઓ પહોચી હતી અને તે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

પીએસઆઈ ડી.કે. સીંગરખીયાના મોતના સમાચાર અંગેના સમાચાર મળતા સમગ્ર પોલીસપંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતની જાણ થતા જીલ્લા પોલીસવડા સહિતના અન્ય અધિકારીઓ હોસ્પીટલમાં દોડી આવ્યા હતા. અકસ્માત કઈ રીતે બન્યો તેમના વિશેની કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. પરંતુ પોલીસે આ સમગ્ર ઘટના અંગેનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી દીધી છે અને આરોપી સગીરની પોલીસ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવેલ છે.

સમગ્ર ઘટના અંગેની જાણ થતા પોલીસવડા અને અન્ય પોલીસ અધિકારીઓ હોસ્પીટલમાં દોડી આવ્યા હતા. સમગ્ર પોલીસપથકમાં માતમ છવાઈ ગયો હતો. મહત્વનું છે કે, મૃત્યુ પામેલા પીએસાઈ ચાર મહિના બાદ નિવૃત થવાના હતા. તેઓની નિવૃત્તિને લઈને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. જે આખરે દુઃખમાં ફેરવાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *