ખાખી વર્દીનો ડર ગાયબ! બે દિવસમાં સુરતમાં મોબાઈલ સ્નેચીગની ત્રીજી ઘટના- જુઓ CCTV ફૂટેજ

સુરત: સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની ને કારણે લોકો માં લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો…

સુરત: સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની ને કારણે લોકો માં લૂંટ ચલાવે છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થતા હોય છે તો અમુક લુખ્ખા તત્વો મોબાઈલ લઈને ફરાર થઇ જાય છે.

આવી જ એક ઘટના સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં બની છે. ઉત્રાણ વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સુરત શહેરમાં અવારનવાર મોબાઈલ સ્નેચીગની ઘટનાઓ સામે આવે છે. અસામાજિક તત્વો ને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ઉત્રાણ વિસ્તારમાં દિન દહાડે મોબાઈલ લુંટની ઘટના સામે આવી છે. ઉત્રાણ વિસ્તારમાં એક સોસાયટીના ગેટે બાકડા પર બેઠેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન ઝૂંટવી સ્નેચરો ફરાર થયા હતા. બાઈક પર એક સાથે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને મોબાઈલ લઈને ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કેવી રીતે અજાણ્યો શખ્સ બેફામ બનીને ખુલેઆમ મોબાઈલ ફોન લઈને નીકળી જાય છે. શું પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વો પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું? એ તો પ્રશ્ન જ બનીને રહી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *