ભાવનગર(ગુજરાત): એક જ દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે. સવારે સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવ્યાના કલાકોની અંદર જ પોશ વિસ્તારના એક ફ્લેટમાંથી યુવતીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
આજે સવારે ભાવનગર શહેરમાં વરતેજ સીદસર રોડ પર એક નાળા પાસે સગીર બાળકની લાશ મળી આવી હતી. જયારે સાંજે તખ્તેશ્વર પાસેના એક ફલેટમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જે કારણે ભાવનગર પોલીસે સઘન તપાસ શરુ કરી છે. આ બંને લાશ માતા-પુત્રની થઇ હોવાનું સાથે જ એક વ્યકિતએ જ આ ખૂન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં બંને લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાનું પણ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે.
વરતેજ પોલીસને આજે સવારે સીદસર વરતેજ રોડ પર નાળા પાસે અવાવરૂ જગ્યામાં આશરે 10 વર્ષના બાળકની તીક્ષ્ણ હથીયારોથી હત્યા કરી હતી તેવી જાણ થતા વરતેજ પોલીસ અને LCB ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેવામાં સાંજના સમયે તખ્તેશ્વર પાસે આવેલ ટીબી ઝેડની સામે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના એક ફલેટમાં અન્ય એક યુવતી અંકીતા પ્રકાશભાઇ જોષીની પણ તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરેલી હાલતમાં અને ગોદડામાં વીટાળેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે થીયરી પર તપાસ શરુ કરી હતી.
મળતી માહિતી અનુસાર, અગાઉ છુટાછેડા લીધેલ અને ભાંગલીગેઇટ પાસે રહેતી આ મૃતક યુવતી અંકીતા છેલ્લા ઘણા સમયથી પુત્રને લઇ આ ફલેટમાં હેમલ નામના યુવક સાથે રહેવા આવી હતી. ત્યારે બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો. યુવકને ગુસ્સો આવતા બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં લઇ સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જયારે આ જ કાર દિવસે આ ફલેટ પાસે પણ જોવા મળી હતી. જેના પરથી નેત્રના આધારે પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો.
હેમલ નામના યુવક જેને આ હત્યા કરી હતી તેનું ભુતકાળ પણ ખરડાયેલો હોવાનું સામે આવ્યું છે. તેણે થોડા દિવસ પહેલા જ કુતરા સાથે પણ સૃષ્ટી વિરૂધ્ધનું કાર્ય કર્યું હોવા અંગેની ફરીયાદ પણ પોલીસ મથકમાં નોંધાઇ હતી. એક જ દિવસમાં ભાવનગર શહેરમાં સવાર અને સાંજે એમ બબ્બે હત્યા થઇ હોવાના સમાચારે ભારે ચકચાર મચી હતી.
ભાવનગર શહેરના જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીમાં આવેલા એક ફ્લેટમાં યુવતીની લાશ પડી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ લાશની સ્થિતિ જોઈ ચોંકી ઉઠી હતી. કોઈને શંકા ન જાય તે રીતે લાશને ગોદળામાં વીંટાળી પેક કરી રાખવામા આવી હતી. આરોપીએ લાશના નિકાલ માટે તમામ તૈયારીઓ કરી રાખી હતી, પરંતુ, લાશનો નિકાલ થાય તે પહેલા જ પોલીસ પહોંચીને મામલાનો પર્દાફાશ કર્યો હતો.
જે યુવતીની લાશ ફ્લેટમાંથી મળી આવી છે તેની તપાસ કરતા તેનું નામ અંકિતા જોશી હોવાનું જાણવા મળ્યું છે. યુવતી ડિવોર્સી હોવાનું અને ભાંગલી ગેટ પાસે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ યુવતીને લઈ વધુ માહિતી એકત્ર કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.