અમદાવાદ(ગુજરાત): રામોલ પોલીસે અલગ અલગ વિસ્તારના જ્વેલર્સમાં ચોરી કરતી મહિલા તથા તેને મદદ કરનાર તેના પતિની ધરપકડ કરી છે. હાલમાં જ અલગ-અલગ 4 જ્વેલર્સને દંપતીએ ટાર્ગેટ કરી હતી. જે અંગે રામોલ પોલીસે ગુનો નોંધી 1 કિલો ચાંદી અને ગુનામાં વપરાતી રીક્ષા જપ્ત કરી વધુ તપાસ શરુ કરી છે. તપાસ દરમિયાન મહિલા હાલ જ જેલમાંથી જામીન પર છુટી હોવાનુ જાણવા મળ્યું છે.
રામોલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ દંપતીની ધરપકડ ચોરી કરવાના ગુનામાં કરવામાં આવી છે. મહિલા આરોપી પૂનમ રંગવાણી ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનમાં જતી હતી અને ચાંદી ખરીદવાના બહાને સેલ્સમેનને ખબર ન પડે તે રીતે ચોરી કરતી હતી. ત્યારે તેનો પતિ કમલેશ રંગવાણી રિક્ષા લઈને જ્વેલર્સની દુકાનની આસપાસ આંટા મારતો હતો. જેવી તેની પત્ની દુકાનમાંથી બહાર આવે એટલે તરત જ બંને પતિ-પત્ની ત્યાંથી ભાગી જતા હતા. પોલીસ તપાસમાં દંપતીએ હાલમાં જ રામોલ વિસ્તારમાં 2 જ્વેલર્સ ઉપરાંત નિકોલ વિસ્તારમાં 1 જ્વેલર્સમા ચોરી કરી હોવાની જાણ કરી છે.
મહિલા આરોપી પૂનમ પહેલા વેજલપુર, કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ચોરી કરી હતી. ચોરીના ગુનામાં પહેલા પણ તેની ધરપકડ થઈ હતી. એટલું જ નહીં, મહિલાએ રાજસ્થાનમાં પણ જ્વેલર્સની દૂકાનોમાં ચોરી કરી હતી. ચોરીના ગુનામાં પકડાયેલ દંપતીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, રિક્ષાચાલક પતિની આવક નહીવત હતી. આ ઉપરાંત મોજશોખ કરવા માટે ચોરી કરતા હતા. ચોરી કરેલો માલ વેચાય તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.