દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં, પેટ્રોલના ભાવ લિટર દીઠ 100 રૂપિયાથી વધુ થઇ ગયા છે. આવી સ્થિતિમાં, લોકોએ ફુગાવાને પહોંચી વળવા વિકલ્પોની શોધ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, તમિળનાડુના મદુરાઇમાં રહેતા કોલેજના વિદ્યાર્થી ધનુષ કુમારની સોલર સંચાલિત સાયકલ ચર્ચામાં છે.
Tamil Nadu | Madurai college student, Dhanush Kumar designs solar-powered electric cycle
The bicycle can run for up to 50 km continuously with the help of solar panels. A rider can travel more than a 20kms after the electric charges reduce to the downline pic.twitter.com/fNynBFC3z8
— ANI (@ANI) July 10, 2021
મદુરાઇ નિવાસી વિદ્યાર્થી ધનુષ કુમારે સોલાર પેનલ્સની મદદથી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. આ સાયકલની વિશેષ વાત એ છે કે, તે એક ચાર્જ પર 50 કિમી સુધીની ચાલી શકે છે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થાય છે ત્યારે પણ તે 20 કિમી સુધી ચાલી શકે છે. આ સાયકલ પર 50 કિમી સુધીની મુસાફરીનો ખર્ચ ફક્ત 1.50 રૂપિયા થાય છે. તે સાયકલ અને બાઇક બંને માટે વાપરી શકાય છે.
ધનુષ કુમારે કહ્યું કે, આ સાયકલ 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, તેથી તે મદુરાઈ જેવા નાના શહેરો માટે ખૂબ ઉપયોગી છે. આ સાયકલમાં બેટરી લગાવવામાં આવી છે, જે સૂર્યપ્રકાશ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. જોકે, ધનુષની આ સાયકલ થોડા મહિના પહેલા ચર્ચામાં આવી હતી, પરંતુ હવે પેટ્રોલના વધતા ભાવને કારણે તે મદુરાઇમાં લોકપ્રિય થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.