રાજકોટ(ગુજરાત): તાજેતરમાં રાજકોટમાંથી આપઘાતનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને હોટલમાં જમવા જવાની ના પાડતા પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીકના વિસ્તારમાં આવેલા સ્પર્શ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ ઝેરી દવા પીવાના કારણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા સિવિલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવી હતી. તો સાથે જ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી હતી.
આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, માધાપર ચોકડી પાસે આવેલા સ્પર્શ એપાર્ટમેન્ટમાં રહેતા રૂપલબેન માણેકને તેમના પતિ સંજયભાઈ માણેકે હોટલમાં બહાર જમવા લઈ જવાની ના પાડતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રૂપલબેનને લાગી આવતાં રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ રૂપલબેને ઝેરી દવા પી લેતા તેમને ગંભીર અસર પહોંચી હતી.
જેના કારણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, હાલ પણ તેમની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રુપલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હોવાનું સામે આવ્યું છે તેમજ સંતાનમાં તેમને એક પુત્ર હોવાનું પણ ખૂલ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.