દ્વારકાધીશ મંદિર પર પડી વીજળી, કુદરતી પ્રકોપના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ- જુઓ વિડીયો

દ્વારકા(ગુજરાત): દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે. દ્વારકામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું. ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો વાઈરલ થતા લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વભાવિક છે કે, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત.

જગતમંદિરની ધ્વજાજી પર વીજળી પડતા દંડને અને ધ્વજાને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ મંદિર પર ચડતી ધ્વજાનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોનું માનીએ તો, મંદિર આસપાસ વીજળીના આ પ્રકારના દ્રશ્યો પ્રથમવાર જોવા મળ્યા હતા. દ્વારકાના એસડીએમ ભેટારિયાએ કહ્યું હતું કે, આજે બપોરના સમયે જગતમંદિરની ટોંચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જેના કારણે ધ્વજાના દંડને સામાન્ય નુકસાન થયું છે, જગતમંદિરને કોઈ નુકસાની થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *