વડોદરા(ગુજરાત): આજકાલ રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વો લુંટ મચાવી રહ્યા છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલ લુટ થતી ઘટના પણ સાંભળી હશે. આ દરમિયના વડોદરામાંથી ધોળે દિવસ લૂંટનીની ઘટના સામે આવી છે. શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી વલ્લભ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. દુકાન માલિકની આંખમાં મરચાની ભુકી નાખી અને ડીસપ્લેમાં મૂકેલા સોનાના ચેનની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડીયારનગર વિસ્તારમાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં આજે બપોરે 12:30 વાગ્યાના અરસામાં લૂંટની ઘટના બનવા પામી હતી. દુકાનના માલિક એક ગ્રાહકને સોનાની ચેન બતાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક શખ્સ આવી ચઢ્યો હતો અને દુકાન માલિક કઈ સમજે તે પહેલાં જ તેની આંખમાં મરચાની ભુકી નાખી અને ડીસપ્લેમાં મૂકેલી 30 ગ્રામ સોનાની 3 ચેન લૂંટીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
લૂંટ કરવા આવેલો શખ્સ લૂંટ કરીને જેવો બહાર નીકળ્યો કે બહાર બાઇક સવાર ઊભા હતા. આ દરમિયાન, દુકાનમાંથી ત્રણ ચેઇન લૂંટ્યા બાદ બંને શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. જોકે, દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જેથી પોલીસ દ્વારા સીસીટીવીના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વહેલી તકે લૂંટારૂ પોલીસના સકંજામાં આવશે તેવું જણાવ્યું છે.
આ ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જેમાં એક ગ્રાહકની સામે લૂંટારૂ લૂંટ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં લૂંટની ઘટનાના પગલે ઝવેરીઓમાં હોબાળો મચી ગયો છે. ત્યારે પોલીસ દ્વારા શકમંદોની તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.