મોત બનીને આવેલી વીજળીએ એકસાથે બે નિર્દોષોનો જીવ લીધો: ગૌમાતા અને એક યુવતીનું મોત

ચીચાણી(ગુજરાત): હાલમાં ફરીવાર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ તો વીજળી પણ પડી જેને લીધે ઘણા લોકોના મોત પણ નીપજ્ય છે. આ દરમિયાન સંતરામપુર તાલુકાના ચીચાણી ગામે વરસાદી માહોલને લઇને ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. ત્યારે સુરેખાબેન કટારા ખેતરમાં ચરાવવા માટે બાંધેલા બળદ લેવા ગયા હતા.

આ દરમિયાન, અચાનક વીજળીના કડાકા થયા હતા અને વીજળી ખેતરમાં સુરેખાબેન તથા બળદ ઉપર વીજળી પડતા જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે બે બળદમાંથી એક બળદનો બચાવ થયો હતો. ગામના અગ્રણી અને જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ કટારા દ્વારા તાત્કાલિક સરકારી તંત્રને જાણ કરવામાં આવી હતી. ગરીબ પરિવારમાં પશુ અને ઘરના વ્યક્તિ જીવ ગુમાવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતુ.

જાણવા મળ્યું છે કે, આ ઘટના બનતા જ સરકાર આ ગરીબ પરિવારને સહાય રૂપ થાય તેવો ગ્રામજનોએ આગ્રહ રાખ્યો હતો. પરિવારના ભાવેશભાઈ ગુલાબભાઈએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સંતરામપુર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને પંચકેસ કરવામાં આવ્યો અને ત્યારબાદ સુરેખાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *