ધોળેદિવસે રાજકોટમાં મહિલાના ગાળા માંથી મંગળસૂત્ર અને સોનાનો ચેઈન લઈને ફરાર થયો ઇસમ

Published on: 12:06 pm, Fri, 16 July 21

રાજકોટ(ગુજરાત): વધુ એક ચીલઝડપની ઘટના રાજકોટમાં જોવા મળી છે. રાજકોટ શહેરના હંસરાજનગર પાસે રેલનગરના નાલા પાસે 2 મહિલા ચાલતા જઈ રહી હતી. તે સમયે ગળામાંથી મંગળસૂત્ર અને સોનાના ચેઈન લઈને યુવાન પોતાના એક્ટિવા પર ભાગી ગયો હતો. CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. આ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, રાજકોટના હંસરાજ નગર પાસે આવેલા રેલનગર નાલા પાસે 2 મહિલા ચાલીને જતી હતી. તે સમયે નાલા નજીક યુવાને એક્ટિવા પાર્ક કરી દીધી હતી. ત્યારબાદ ચાલીને જઈ રહેલા અંજનાબેન નાથાણી નામની મહિલાને શિકાર બનાવી તેના ગળામાંથી સોનાનો ચેન અને મંગળસૂત્ર લઈને ભાગી ગયો હતો. CCTV ફુટેજ આ સમગ્ર ઘટના જોવા મળી છે. ચોરી કરતા પહેલા યુવાને એક્ટિવા પર આંટા મારી રેકી કરી હતી.

in rajkot a young man snatched a gold chain1 » Trishul News Gujarati Breaking News gujarat, rajkot, trishul news, ગુજરાત, રાજકોટ

ચોરીની ઘટના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચોરીના ગુનાને અંજામ આપનાર યુવાને નંબર વગરનું એક્ટિવા આગળ પાર્ક કરી પછી ચાલીને જતી મહિલાના ગળામાંથી ચેઈન અને મંગળસૂત્ર ખેંચીને એક્ટિવા લઇને ભાગી ગયો છે. તેનો ભોગ બનનાર મહિલાએ બૂમો પાડી પીછો કરે છે. પરંતુ તે એટલીવારમાં ભાગી ગયો હતો. હાલ મહિલાએ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ તે વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરી વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.