ગોધરાના અતિસંવેદનશીલ સ્ટેશનરોડ ઉપર હિન્દુઓની હીજરત થઇ જતાં રાણાવાસમાં અમુક મકાનોમાં રહીશો રહે છે. સ્ટેશનરોડ સાંજ બાદ સુમસામ બની જતાં હોય છે. મંગળવારની મોડી રાત્રે જાફર મહેબુબ ચરખા પોતાના કબજાનુ઼ બુલેટ પુરપાટ ચલાવીને અનીલકુમાર નગીનદાસ રાણાની રીક્ષાને અથડાવી દીધું હતું. આ અંગે બોલાચાલી થતાં જાફર ચરખા, સોયેબ મહેબુબ જીણા, રમીઝ ઇશાક દુર્ગા, સાજીદ ઇસ્માઇલ વલીયા સહિત અન્ય 10થી 15 વ્યક્તિઓનું ટોળું દોડી આવ્યું હતું.
જ્યારે સામે પક્ષે પ્રમોદકુમાર નગીનદાસ રાણા, મિતુલ શંકરભાઇ રાણા, હેમાબેન નીતીનભાઇ કોઠારી સહિતના લોકો પણ દોડી આવ્યા હતાં. સાજીદ ઇસ્માઇલ વલીયાએ ધારદાર હથિયારથી પ્રમોદભાઇના બાવળાના ભાગે મારીને ઇજાઓ કરી હતી. મામલો વધુ ઉગ્ર બનતાં બંને કોમના ટોળાંઓ સામ સામે આવીને પથ્થર મારો કરતાં પથ્થર વાગવાથી હેમાબેન, મિતુલકુમાર, જાફર મહે.બુબ તથા સોયેબ મહેબુબ ને ઇજાઓ થઇ હતી.
પોલીસને પથ્થરમારાની જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસનો કાફલો ધસી આવતાં બંને કોમના ટોળાં નાસી ગયા હતા. જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પથ્થર મારાના બનાવને લઇને પરીસ્થિતિ વધુ વણસે નહી તેમાટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો હતો. જયારે બંને કોમના માણસો ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે દોડી આવ્યા હતા. મોડી રાત્રના બનાવને લઇને ગોધરા શહેરમાં અફવાએ સ્થાન લીધુ઼ હતું.બે વાહનો અથડાવની ઘટનાને લઇને પથ્થરમારાની બનાવ અંગે ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે સામસામે ફરીયાદ નોંધાઇ હતી.
સ્ટેશન રોડ પર સીસીટીવી મુકવાની માંગ.
સ્ટેશન રોડ ઉપર રાણાવાસમાં અગાઉ 60 જેટલા મકાનો હતા. સ્થળાતર થતાં હવે ફકત થોડાક જ મકાનો રહ્યા છે. ત્યારે સંવેદનશીલ ગણાતાં સ્ટેશન રોડ ઉપર નજીવી બાબતે મોટુ઼ સ્વરુપ ધારણ થઇ જાય છે. ત્યારે આ સ્ટેશન રોડ ઉપર સીસીટીવી કેમેરા મુકવામાં આવે તો અલ્પસંખ્યામાં રહેલા સ્થાનિક રહીશો સાથે દાદાગીરી અને મારામારી કરતાં અસામાજીક તત્વોને પકડી શકાય તેમ છે. તેવીસ્થાનિક રહીશોએ માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.