ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને ગામડે ગામડે જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે.
ત્યારે ગઈ કાલે એટલે કે 16-07-2021ના રોજ તાપી જિલ્લામાં આદિવાસી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી બિપિનભાઈ ચૌધરી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ઇશ્વર ડી. પટેલ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ગોપાલ ઇટાળીયાની હાજરીમાં વ્યારા ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
કોંગ્રેસના માજી ધારાસભ્ય ઇશ્વરભાઇ ડી. પટેલ વર્ષ 2012થી 2017 દરમિયાન તરીકેની સેવા આપી ચુક્યા છે અને હાલમાં તેઓ ધોડિયા સમાજ ચલમી ગરાસીયા કુળના કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી વર્ષ 2001થી નિભાવી રહ્યા છે.
અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલનું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના હસ્તક ઈશ્વર પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.
આ ઉપરાંત પૂર્વ કોંગ્રેસના માજી ધારાસભ્ય ઇશ્વર પટેલ આસુરા ગામ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. સાથે સાથે ઈશ્વર પટેલ છાંયડો ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. જયારે બીજી બાજુ ધરમપુરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા MSVS કેળવણી મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
તાપી જીલ્લાના આદિવાસી સમાજના અગ્રણી એવા બીપીન ચૌધરીએ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આદિવાસી સમાજના અગ્રણી બીપીન ચૌધરી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાથે તેઓ આચાર્ય મહામંડળના પ્રમુખ તરીકે 13 વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે અને સાથે સાથે વેલ્ફેર કમિટીના ચેરમેન તરીકે પણ ફરજ બજાવે છે.
ગુજરાત રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસથી નારાજ થયેલા કાર્યકર્તા અને અન્ય નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ એવું લાગી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની શરૂઆત કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.