બનાસકાંઠા(ગુજરાત): રાજ્યમાંથી અવાર-નવાર એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં વ્યક્તિ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હોય છે. આ દરમિયાન, એવા પણ ઘણા બનાવો સામે આવ્યા છે જેમાં તળાવ, કુવા કે કેનાલમાં બાળકો સાથે પણ ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા હોય છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાંથી આવા કિસ્સા સતત સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક ચોકાવનારો કિસ્સો બનાસકાઠામાંથી સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે ઝંપલાવ્યું છે. મહિલાએ અગમ્ય કારણોસર પોતાની 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાલમાં ડૂબવાથી મહિલા અને તેની બે બાળકીઓ સહિત 3 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન, બે બાળકીઓને સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવી લેવામાં આવી છે. ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી છવાઈ છે.
જાણવા મળ્યું છે કે, પોતાની દીકરીઓ સાથે મોત વ્હાલુ કરનાર મહિલાનું નામ દિવાળીબેન પરમાર છે. જે ચોથારનેસડા ગામની રહેવાસી છે. મહિલાએ આવુ કેમ કર્યું તે હજી સુધી જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલા અને બાળકીઓને કેનાલમાંથી શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ત્રણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.