અમદાવાદ(ગુજરાત): રાજ્યમાં પ્રથમવાર એક ખાનગી હોસ્પિટલના હાર્ટ સર્જને જન્મજાત હૃદયની તકલીફથી પીડાતા 15 વર્ષના બાળકની 3 કલાકની સફળ સર્જરી કરી છે. બાળકના હૃદયનું 3ડી પ્રિન્ટિંગ મોડેલ તૈયાર કરી તેનો અભ્યાસ કર્યા બાદ આ જટિલ સર્જરી કરાઈ હતી.
કાર્ડિયાક સર્જન ડો. ધિરેન શાહે જણાવ્યું હતું કે, કાર્ડિયોલોજિસ્ટ ડો. ઉર્મિલ શાહે 15 વર્ષના બાળકને જન્મજાત ‘એનોમેલસ લેફ્ટ કોરોનરી આર્ટરી ફ્રોમ ધ પલ્મોનરી આર્ટરી નામની બીમારી થતાં સર્જરીનો વિકલ્પ ન હતો. પરંતુ, નવજાત કરતાં 15 વર્ષના બાળકના હૃદયનું સ્ટ્રકચર અને નળી થોડા કઠણ હોવાથી એકથી બીજી જગ્યાએ ખસેડવામાં તકલીફ ન પડે અને સર્જરીમાં સમસ્યા ન સર્જાય તે માટે અમે હૃદયની જટિલ રચના સમજવા હૃદયનું 3ડી પ્રિન્ટિંગ મોડેલ તૈયાર કરીને તેનો અભ્યાસ કર્યો હતો. આ 3 કલાકની સર્જરીમાં મારી સાથે ડો. સૌનક શાહ હતા, જેમાં પલ્મોનરી આર્ટરીમાંથી ડાબી બાજુુ નીકળતી નળીને અલગ કરીને મહાધમની સાથે જોડવાથી શુદ્ધ લોહી મળવાનું શરૂ થયું છે, અને બાળકને સર્જરીના 6 દિવસ પછી રજા આપવામાં આવી છે.
જેમ જેમ વ્યકિતની ઉંમર વધતી જાય છે તેમ હૃદયની સાઇઝ અને નસોની સાઇઝ મોટી થતી જાય છે, અને તેને એકથી બીજી જગ્યાએ ખસેડવી ખુબ મુશ્કેલ બને છે. ત્યારે ઇકો અને સીટી સ્કેન કરીને થોડો ખ્યાલ આવે છે, પણ ઓપરેશન ટેબલ પર નવી સમસ્યા ન સર્જાય તે માટે સર્જરીનું ચોક્કસ પ્લાનિંગ કરવા 3ડી પ્રિન્ટિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું. કંપનીને પોઇન્ટ 5 એમએમ સ્લાઇડના કટવાળા દર્દીના સીટી સ્કેનની સીડી મોકલાય હતી તેના પરથી કંપનીના સોફ્ટવેર દ્વારા હૃદયનું 3ડી મેપિંગથી હૃદયનું 3ડી પ્રિન્ટિંગ મોડેલ બનાવવામાં આવ્યું હતું, જેને આધારે સર્જન કરી છે.
મોટેભાગે આવી તકલીફને લીધે હૃદયને 100 ટકાને બદલે 20થી 30 ટકા જ ઓક્સિજન પહોંચતો હોવાથી 2થી 4 મહિનામાં હૃદય નબળુું પડી જતાં 1 વર્ષમાં દર્દીનું મૃત્યુ થાય છે. આ કેસમાં કુદરતી રીતે જમણી બાજુુની નળીમાંથી ડાબી બાજુની નળીમાં શુધ્ધ લોહી પહોંચતુું હતું, જેથી હૃદયનું પમ્પિંગ 50 ટકા જળવાઇ રહ્યુું હોવાથી બાળક 15 વર્ષનું થઇ ચુક્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.