છોટાઉદેપુર: આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં પ્રેમ કરવા બદલ પ્રેમી-પંખીડાને તાલીબાની સજા આપવામાં આવતી હોય છે. આ દરમિયાન, ફરીવાર છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રેમ સંબંધ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ મામલે રંગપુર પોલીસ મથક ખાતે નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ બનાવ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતીને એક ખેતરમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. ત્યારબાદ બે થી ત્રણ લોકો લાકડી વડે યુવક-યુવતીને ઢોર માર મારી રહ્યા છે. એક ક્ષણે માર સહન ન થતાં યુવતી જમીન પર ઢળી પડે છે. આ દરમિયાન, યુવક અને યુવતી પીડા સહન ન થતાં બૂમો પણ પાડી રહ્યા છે.
10 દિવસ પહેલા દાહોદ જિલ્લાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો હતો. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ ભેગા મળીને થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા ન હતા. આ દરમિયાન, નરાધમોએ યુવતીએ પહેરેલા કપડાં ફાડી નાખ્યા હતા. ત્યારબાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. પરંતુ, નરાધમોએ એ કપડાં પણ ખેંચી લીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.