ચહેરા પર એક સુંદર સ્મિત કોઈપણને પ્રભાવિત કરવા માટે પૂરતું હોય છે.ચમકતા દાંત તમારા સ્મિતને સુંદર બનાવવા માટેનું કામ કરે છે પરંતુ જો તમારાં દાંત પીળા છે તો તે તમારું ઈમેજ બગાડે છે.દાંત પીળા થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણીવાર દાત સાફ કર્યા પછી પણ દાંત પીળા થઈ જાય છે. આ સિવાય,દાંત ધોળા થવાનું કારણ પ્લેકનું જામી જવું, દાંત યોગ્ય રીતે સાફ ન કરવા હોય છે. જો તમે પણ પીળા દાંતથી છુટકારો મેળવવા માંગતા હોય તો અમે તમને ઘરેલૂ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તેલ લગાવવું : દાંત પર તેલ લગાવવું એ એક જૂનો ઉપાય છે. આને કારણે તમારે મોમા બેક્ટેરિયા વધતા નથી. તે શરીરમાંથી ઝેર દૂર કરવા માટે પણ કામ કરે છે. તમારા દાંત પર સૂર્યમુખી અને શીશમનું તેલ લગાવો. આ સિવાય નારિયેળ ના તેલ નો ઉપયોગ કરી શકાય છે.
બેકિંગ સોડા સાથે બ્રશ : બ્રેકિંગ સોડા કુદરતી રીતે દાંત સાફ કરવાનું કામ કરે છે. દૂધ ટેસ્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે અને તે શારયુક્ત પ્રકૃતિનું છે. જેના કારણે બેક્ટેરિયા વધતા નથી તેમ છતાં સાયન્સમાં એના કોઈ પુરાવા નથી કે ખાવાના સોડા થી દાંત સફેદ થાય છે.
આહારમાં પુષ્કળ કેલ્શિયમ લો : શરીરમાં કેલ્શિયમ નો અભાવ ઘણા રોગોનું કારણ બની શકે છે. એટલા માટે મહત્વપૂર્ણ છે કે તમે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લો. ઘણા લોકોમાં કેલ્શિયમની અછતને કારણે દાંત પીળા થવાની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં પુષ્કળ કેલ્શિયમ અને વિટામિન ડી લેવું જોઈએ.તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.