સુરત(ગુજરાત): સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક મહિલાએ મંગળવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરતના મક્કાઈ પૂલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો. મહિલાને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે પૂછપરછ શરુ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહિલા લિંબાયત વિસ્તારની છે. હજુ તેના આપઘાતનું કારણ જાણી શકાયું ન હતું. તેથી પોલીસે આ મહીલાની પૂછપરછ શરુ કરી છે.
એક મહિલાએ મક્કાઈ પૂલ બ્રિજ ઉપરથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે વરસાદનાં કારણે મહિલા તાપી નદીના કિનારે કીચડમાં ફસાઈ ગઈ હતી. પછી આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાને ભારે મુશ્કેલી બાદ લોકોએ બહાર કાઢી હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, મુગલીસરાઈ ફાયર સ્ટેશનને મહિલા કુદી હોવાની જાણ થતા ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. તેની સાથે જ અઠવા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે તે પહેલા બ્રિજ નીચે રહેતા રાહદારીઓએ મહિલાને કિચડમાંથી બહાર કાઢી હતી. મહિલા વરસાદનાં કારણે કીચડમાં ફસાઈ ગઈ હતી. અને તપાસ દરમિયાન મહિલા લિંબાયતના અનવર નગરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. અઠવા પોલીસે મહિલાનો પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.